ચીનમાં રિલીઝ પહેલા જ બાહુબલી-2એ બનાવ્યો આ રેકોર્ડ, સલમાન-આમિરને પછાડ્યા
કમાણીના આંકડાની વાત કરીએ તો, 2017માં બાહુબલી 2એ ભારતમાં સૌથી વધારે કમાણી કરી હતી. આ રીતે આ ફિલ્મ ચીનમાં પણ સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની શકે છે. પ્રથમ દિવસથી જ આ ફિલ્મને મળી રહેલા રિસપોન્સ પરથી આ વાતનો અંદાજો લગાવી શકાય છે. બાહુબલી 2માં પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રાણા દગ્ગુબાતી અને રામ્યા કૃષ્ણમૂર્તિએ કામ કર્યું છે.
સલમાનની ફિલ્મ બજરંગી ભાઈજાને રિલીઝના પ્રથમ જ દિવસે 18 કરોડ રૂપિયા કમાયા હતા. ચીની બોક્સઓફિસ પ્રમાણે, ‘બજરંગી ભાઈજાને’ ચીનમાં ‘દંગલ’ની પ્રથમ જ દિવસની કમાણીને પછાડી હતી. જો કે ‘બજરંગી ભાઈજાન’ની કમાણી તાજેતરમાં જ ચીનમાં રિલીઝ થયેલી ‘સિક્રેટ સુપરસ્ટાર’થી ઓછી છે. આ ફિલ્મે પ્રથમ જ દિવસે ચીનમાં 40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આમિરની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારે ચીનમાં 3 જ દિવસમાં 175 કરોડની કમાણી કરી હતી. સિક્રેટ સુપરસ્ટારે પહેલું વીકએંડ પૂરું કર્યું ત્યાં સુધીમાં તો ફિલ્મ દંગલનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ પહેલા આમિરની જ ફિલ્મ દંગલને પણ ચીનમાં સારો રિસપોન્સ મળ્યો હતો. ‘દંગલ’ ચીનમાં રિલીઝ થવાના 3 જ દિવસમાં 72.68 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ દંગલે ચીનમાં 1200 કરોડની કમાણી કરી છે.
રેકોર્ડની વાત કરીએ તો ચીનમાં એડવાંસ બુકિંગ દ્વારા જ બાહુબલી-2એ 2,50,000 ડોલરથી પણ વધારે કમાણી કરી છે. જે કોઈ પણ ભારતીય ફિલ્મથી અનેક ઘણી વધારે છે.
અહેવાલ અનુસાર, બાહુબલી-2 ચીનમાં 7000થી વધારે સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તેણે ટ્વિટર પર જાણકારી આપતા કહ્યું કે, બાહુબલી-2 4 મેના રોજ ચીનમાં 7 હજારથી વધારે સ્ક્રીન્સ પર રિલીઝ થશે.
નવી દિલ્હીઃ 2017માં રિલીઝ થયેલ સુપરહિંટ ફિલ્મ બાહુબલી-2એ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરીને અનેક નવા રેકોર્ડ્સ બનાવ્યા હતા. હવે આ ફિલ્મ ચીનમાં 4 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેણે આમિર કાનની દંગલ ફિલ્મને રેકોર્ડ તોડ્યો છે.