બર્થડે સ્પેશિયલ: બાહુબલીની આ એક્ટ્રેસ પાસે છે એક અબજ કરતા પણ વધુની સંપતિ, ફિલ્મ સિવાય કરે છે આ કામ
બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ સાથે અનુષ્કાના નામને જોડવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા એવી પણ ખબર આવી હતી કે તેઓ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અને ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. પરંતુ આ અફવાઓ વચ્ચે પ્રભાસે સ્પષ્ટા કરી હતી કે અનુષ્કા અને તે બાળપણના મિત્રો છે. બન્ને વચ્ચે કોઈ અફેર નથી. આ બન્નેને પરિવાર ફેમિલી ફ્રેન્ડ્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયાના અહેવાલ પ્રમાણે અનુષ્કા શેટ્ટી પાસે કુલ 140 કરોડ રૂપિયના પ્રોપર્ટી છે. તેનું ઘર હૈદરાબાદના પોશ વિસ્તારના જુબલી હિલ્સમાં સ્થિત વુડ્સ એપાર્ટમેન્ટમાં છે. તે એક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા ચાર્જ લે છે.
અનુષ્કાની કમાણીની વાત કરીએ તો ફિલ્મો સિવાય તે અનેક બ્રાન્ડેડ કંપનીઓની બ્રાન્ડ એમ્બેસેડર છે. તેણે અનેક એડ ફિલ્મોમાં કામ કર્યું છે.
બાહુબલીથી અનુષ્કાને વિશ્વ સ્તર પર પોતાની ઓળખ બનાવી. આ સિવાય તેણે મગધીરા, રુદ્ધમાદેવી, વેદમ, અરુંધતિ અને સિંઘમ સીરીઝ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
ફિલ્મો સિવાય અનુષ્કાને લગ્ઝરી કારનો શોખ છે. એટલુંજ નહીં તેણે પોતાના ડ્રાઈવરના કામથી ખુશ થઈને 12 લાખની કાર પણ તેને ભેટ આપી હતી.
અનુષ્કા શેટ્ટીએ પોતાનો સ્કૂલ અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ બેંગલુરુથી કર્યો છે. અનુષ્કાએ વર્ષ 2005માં તેલુગુ ફિલ્મ ‘સુપર’ થી ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેની સાથે નાગાર્જુન અને આયશા ટાકિયા મુખ્ય ભુમિકામાં હતા. ફિલ્મમાં તે સપોર્ટિંગ ભૂમિકામાં હતી.
બાહુબલી ફેમ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી 7 નવેમ્બરે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. બાહુબલી: ધ કન્ક્લૂઝનથી અનુષ્કા શેટ્ટી માત્ર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પણ દુનિયાભરમાં છવાઈ ગય છે. એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીના જન્મદિવસ પર જાણો તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -