નવી દિલ્હીઃ ફિલ્મ બાહુબલીમાં ભલ્લાદેવની ભૂમિકા ભજવીને જાણીતા થયેલ સાઉથના એક્ટર રાણા દગ્ગુબાતીની એક તસવીર હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરમાં રાણા ખૂબ જ દુબળા પાતળા જોવા મળી રહ્યા છે. બાહુબલીમાં દમદાર બોડીને કારણે ચર્ચામાં રહેલ રાણાની આ તવીર જોઈને તેના ફેન્સ હેરાન રહી ગયા છે.


રાણા દગ્ગુબાતીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો મૂક્યો છે જેમાં તે એક બ્રાન્ડનું પ્રમોશન કરતો દેખાય છે. હલ્ક જેવી બૉડી બનાવનાર રાણા દગ્ગુબાતી આ ફોટામાં ખાસ્સો સ્લિમ લાગે છે. આ ફોટા બાદ ચાહકો જુદી જુદી અટકળો લગાવી રહ્યા છે. ફોટાના કોમેન્ટ સેક્શનમાં લોકો પૂછી રહ્યા છે કે તે કેમ આટલો નબળો લાગી રહ્યો છે? અમુક લોકોને તો ફોટો જોઈને આંખો પર વિશ્વાસ નથી થતો.


થોડા દિવસો પહેલા રાણાએ પોતાની બીમારી અંગે કહ્યું કે, “આ ન્યુઝ પાયાવિહોણા છે. હું આ અંગે સ્પષ્ટતા કરી થાકી ગયો છું. હું એકદમ ફિટ અને મજામા છું. મારા ખ્યાલથી મારી તબિયત ખરાબ થવાનો ટોપિક બહુ જ બોરિંગ છે. પરંતુ મને એ વાતની ખુશી છે કે લોકો મને આટલો પ્રેમ કરે છે અને મારી ચિંતા કરે છે.”

રાણાએ કહ્યું કે તે તેની બિગ બજેટ ફિલ્મના પ્રી પ્રોડક્શન પર કામ કરી રહ્યો છે. ફિલ્મનું નામ હિરણ્યકશ્યપ છે. આ એક ધાર્મિક ફિલ્મ છે.