તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દરેક એપિસોડમાં આવતા ટવિસ્ટ દર્શકોને શો સાથે  જકડી રાખે છે. જેઠાલાલનો બબીતા સાથેની મસ્તી મજાક દર્શકો ખૂબ જ પંસદ કરે છે. જેઠાલાલ બબીતા સામે વાત કરવાનો અને પ્રેમ વ્યક્ત કરવાનો એક પણ મોકો છોડતા નથી જો કે આ વખતે કંઇક એવું થયું છે  કે બબીતા જેઠાલાલથી નારાજ થઇ ગઇ છે.


બબીતા જેઠાલાલ પર ખૂબ જ ગુસ્સે થાય છે. આવનાર શોના એપિસોડના પ્રોમોમાં કઇક આવું જ જોવા મળે છે. બબીતા જેઠાલાલની સાથે ઝઘડો કરે છે. બબીતા એટલી રોષે ભરાઇ છે કે. તે જેઠાલાલે લાવેલો ગુલદસ્તો પણ બહાર ફેંકી દે છે અને આટલું જ નહીં તેમનું અપમાન કરીને જેઠાલાલને ઘરની બહાર કાઢી મૂકે છે.

બબીતા આખરે શા માટે જેઠાલાલ પર ગુસ્સે થાય છે અને શા માટે તેમણે લાવેલો ગુલદસ્તો પણ ફેંકી દે છે. આ તો આવનાર એપિસોડમાં જ જાણી શકાશે.


મીડિયા રિપોર્ટસ મુજબ બબીતા તેમના પતિ માટે ઇમર્જન્સીમાં કેટલીક દવાઓ જેઠાલાલ પાસે મંગાવે છે. દવા લાવી આપવાની બબીતા રિકવેસ્ટ કરે છે. જેઠાલાલ દવા પહોંચાડવાનો પ્રયાસ પણ કરે છે. જો કે જેઠાલાલની કિસ્મત તો આપ જાણો જ છો. જેઠાલાલ સમયસર દવા નથી પહોંચાડી શકતા અને આખરે જેઠાલાલ પર અય્યર અને બબીતા બંને ગુસ્સે ભરાઇ છે.

જેઠાલાલે બબીતાનો ગુસ્સો શાંત કરવા માટે પણ અનેક પ્રયાસ કર્યાં તે બબીતાને ખુશ કરવા માટે ગુલદસ્તો લાવે છે. જો કે બબીતાનો ગુસ્સો શાંત થતો નથી અને તે ગુલદસ્તો બહાર ફેંકીને જેઠાલાલને પણ ઘરની બહાર જવાનું કહે છે. હવે બબીતાનો ગુસ્સો કેવી શાંત થાય છે. જેઠાલાલ શું કરે છે. એ જાણવા માટે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો એપિસોડ જ જોવો પડશે.