સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમમાં ફેરફાર કર્યા છે. એસબીઆઈ ગ્રાહકોના ખાતામાં પૂરતી રકમ ન હોવાને કારણે જો ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો દંડ ભરવો પડશે.

નિષ્ફળ ટ્રાન્ઝેક્શન પર દંડ

  • એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ અનુસાર, ખાતામાં પૂરતી રકમ ન હોવા પર જો એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો એસબીઆઈના ગ્રાહકોએ દંડ ભરવો પડશે.

  • દંડની રકમ 20 રૂપિયા હશે ઉપરાંત જીએસટી વસુલવામાં આવશે.

  • આ ઉપરાંત બેંક નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, માટે પણ ચાર્જ લેશે.


એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ

  • SBIની વેબસાઇટ અનુસાર SBIના ડેબિટ કાર્ડહોલ્ડર્સને પોતાના એટીએમ ટ્રાન્ઝેક્શનની લિમિટ ખબર હોવી જોઈએ.

  • ગ્રાહક નક્કી મર્યાદા કરતાં વધારે ટ્રાન્ઝેક્શન કરશે તો તેને વધારાનો ચાર્જ ચુકવવો પડશે.

  • નક્કી મર્યાદાથી વધારે નાણાંકીય ટ્રાન્ઝેક્શન માટે 10થી 20 રૂપિયા ચાર્જ અને જીએસટી ચૂકવવો પડશે.

  • SBIનું કહેવું છે કે ગ્રાહકોને બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમોની પૂરતી જાણકારી હોવી જોઈએ જેથી વધારાનો ચાર્જ ચુકવવાથી બચી શકાય.


ફ્રી ટ્રાન્ઝેક્શન

  • SBI બચત ખાતાધારકોની પાસે એક મહિનામાં 8 ફ્રી લેવડદેવડ કરવાની સુવિધા છે. તેમાં 5 SBI એટીએમ અને 3 અન્ય બેંકના એટીએમથી ટ્રાન્ઝેક્શન સામેલ છે.

  • નોન મેટ્રો શહેરમાં 10 ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા મળે છે. તેમાં 5 લેવડદેવડ SBI પેટીએમથી કરી શકાય છે, જ્યારે 5 અન્ય બેંકોના એટીએમથી કરી શકાય છે.


10,000 રૂપિયા ઉપડાવ માટે OTP

SBIના ATMમાંથી 10 હજાર અથવા તેનાથી વધારે રૂપિયા ઉપાડવા માટે OTPની જરૂર પડે છે. હવે બેંકના તમામ ATM પર આ સેવા 24 કલાક ઉપલબ્ધ છે. SBIએ ગ્રાહકોની સુરક્ષા માટે એક જાન્યુઆરી 2020ના રોજ OTP સેવા શરૂ કરી હતી.

ત્યારબાદ જ્યારે પણ કોઈ કસ્ટમર ATMમાંથી 10 હજાર અથવા તેનાથી વધારે પૈસા ઉપાડશે તો ATM સ્ક્રીન પર OTP દાખલ કરવા માટે કહેવામાં આવે છે. આ OTP કસ્ટમરના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવે છે. OTP આધારિત કેશ વિડ્રોઅલની સુવિધા હવે માત્ર SBIના ATM પર ઉપલબ્ધ છે. તેનો ફાયદો તમે સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા દરમિયાન ઉઠાવી શકો છો.