Baby Boy: ઇન્ટરનેશનલ સિંગર અને મૉડલ રિહાના (Rihanna) અને તેના રેપર બૉયફ્રેન્ડ A$AP Rockyએ પોતાના પહેલા બાળકનુ સ્વાગત કર્યુ છે. બન્નેએ એક બાળકના જન્મ બાદ માતા-પિતા બની ગયા છે. જોકે, ખાસ વાત છે કે બન્નેએ હજુ સુધી લગ્ન નથી કર્યો, પરંતુ બાળકના જન્મ બાદ બન્નેએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે, હવે બહુ જલદી લગ્ન કરવાની તૈયારીમાં છે. માતા અને બાળક બન્ને સ્વસ્થ છે, પેજ સિક્સે બાળકના જન્મની ખબરની પુષ્ટી કરી છે અને ટીએમઝેડે બતાવ્યુ કે, બાળકનો જન્મ 13 મેએ લૉસ એન્જેલિસમાં થયો હતા.
આ વાતની જાણકારી સિંગરે પણ હવે પોતાના ફેન્સ અને ચાહકોને આપી છે. સોશ્યલ મીડિયા પર રિહાનાએ આ વાત જાહેર કરી છે. આ પછી બન્ને ન્યૂ પેરેન્ટ્સને લોકોએ શુભેચ્છાઓ આપવા માંડી હતી.
અમેરિકાની પૉપ સિંગર રિહાના છેલ્લા સમયથી પોતાની પ્રેગનન્સીને લઇને ખુબ ચર્ચામાં હતી. રિહાનાએ 13 મેએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. ખાસ વાત છે કે, રિહાનાએ લગ્ન નથી કર્યા પરંતુ તેને પોતાના બૉયફ્રેન્ડ સાથે મળીને આ આ બાળકને જન્મ આપ્યો છે. આ કપલનુ આ પહેલુ બાળક છે. રિહાનાને પ્રેગનન્સીની શરૂઆતથી જ બૉલ્ડ તસવીરો સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરતા જોવામાં આવી છે, જેના કારણે તે ખુબ ચર્ચામાં પણ રહી છે.
રિહાના બાળકના નામ બાદ હવે પોતાના બૉયફ્રેન્ડ રૉકીની સાથે લગ્ન કરવાની તૈયારીઓમાં લાગી ગઇ છે. જી, હાં, બાળકના જન્મ બાદ હવે ઓફિશિયલ પેરેન્ટ બાદ હવે તે ઓફિશિયલ કપલ પણ બનવા જઇ રહ્યાં છે.
રિહાનાએ પોતાના રિલેશનશીપની શરૂઆત 2020માં કરી હતી, આની જાણકારી તેને તે વર્ષે નવેમ્બરમાં પોતાના ફેન્સને આપી હતી. ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન રિહાના ખુબ ચર્ચામાં આવી હતી, તેને ખેડૂત આંદોલનને લઇને ટ્વીટ કર્યુ હતુ.