Apne Apne Ram: શહેરમાં રામ મંદિરનો મોટો સેટ બનાવવામાં આવ્યો છે. 25000 સ્ક્વેર ફૂટમાં 108 ફૂટ ઊંચો રામ મંદિરનો સેટ બનાવાયો છે. આજે ‘અપને અપને રામ ’ કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. ભગવાન શ્રીરામના જીવનથી આજની પેઢી રૂબરૂ થાય તેવા ઉદ્દેશ્યથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય “ અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વીર નર્મદ યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલના ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું છે. આજે શુક્રવારે સાંજથી કાર્યક્રમની શરૂઆત થશે.
આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વક્તા કુમાર વિશ્વાસ સંગીતમય રીતે ભગવાન રામનું જીવન અને કવન રજૂ કરશે. શ્રોતાઓ અયોધ્યાની પાવન ભૂમિ પર બેઠા છે એવી અનુભૂતિ થાય તે માટે આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા ભવ્ય મંદિરનો આબેહૂબ સેટ તૈયાર કરાયો છે. છે. સેટનું નિર્માણ 25000 સ્ક્વેર ફૂટ જગ્યામાં કરાયું છે. તેની ઊંચાઈ 108 ફૂટ જેટલી છે.
સુરતમાં સગી જનેતાએ એક વર્ષના બાળકને આપ્યું ઝેર અને પછી...
સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં હ્યદયને હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માતાએ પોતાના જ એક વર્ષીય પુત્રને ઝેર પીવડાવ્યું છે અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી છે. 30 વર્ષીય ચેતનાબેને પોતાના પુત્રને ઝેર પીવડાવ્યા બાદમાં પોતે પણ ઝેર પી લીધું હતું. ચેતનાબેન ગત બપોરે કચરો નાખવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા હતાં. બાદમાં કાપોદ્રાના ઝડફિયા સર્કલ પાસેથી માતા પુત્ર ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં. માતા પુત્ર બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. આ અંગે પ્રાથમિક માહિતી એવી સામે આવી રહી છે કે, માનસિક સંતુલન ગુમાવી દેતાં પગલું ભર્યાની પરિવારને આશંકા છે. કાપોદ્રા પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માત્ર બે માસની બાળકીને પરિવારે આપ્યા ડામ, ઘટનાની હકિકત જાણીને ચોંકી જશો
રાજકોટ: આધુનિક યુગમાં આટલી બધી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ હોવા છતા લોકો અંધશ્રદ્ધામાં પડી પોતાના સંતાનોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. હવે આવો જ વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જ્યાં માત્ર 2 માસની દીકરીના શરીરે ડામ આપવામાં આવ્યા છે. ગોંડલના ગુદાળા ચોકડી પાસે રહેતા પરિવારે 2 માસની દીકરી બિમાર પડતા તેને હોસ્પિટલે લઈ જવાને બદલે તેને ડામ આપ્યા હતા. 15 દિવસ પહેલા ડામ દીધા બાદ ગોંડલ હોસ્પિટલમાં સારવાર કરવી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને વર્ષોથી ગુજરાતમાં રહે છે. આ પરિવાર હાલમાં ગોંડલમાં કડીયા કામ કરે છે. આ અંધશ્રદ્ધની ઘટનાની નોંઘ વિજ્ઞાન જાથાએ પણ લીધી છે.