કાઠમંડૂઃ નેપાલના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કૉવિડ-19થી સંક્રમિત થયેલા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેના પુત્ર અભિષેક બચ્ચન માટે જલ્દ ઠીક થવાની પ્રાર્થના કરી છે. બન્ને પિતા પુત્ર સહિત આખુ બચ્ચન ફેમિલીને કોરોનાનો ચેપ લાગ્યો છે, માત્ર જયા બચ્ચન જ સ્વસ્થા રહી શકી હતી. હાલ નાણાવટી હૉસ્પીટલમાં પૃથક વૉર્ડમાં સારવાર લઇ રહ્યાં છે.


ઓલીએ ટ્વીટ કર્યુ- હું ભારતના મહાન કલાકાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર જૂનિયર બચ્ચનની સારા અને સ્વસ્થ જલ્દી થવા માટે કામના કરુ છું.

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને ટ્વીટર પર પોતાના સ્વાસ્થ્યની જાણકારી આપી હતી. તેમને દુઆઓ અને પ્રેમ માટે તમામ ફેન્સનો આભાર માન્યો હતો.

ખરેખરમાં, અમિતાભ બચ્ચન સહિત પરિવારના ચાર સભ્યો અભિષેક બચ્ચન, ઐશ્વાર્ય રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ ઐશ્વર્યા અને આરાધ્યા હૉમ આઇસૉલેશનમાં છે.

આ અંગે અભિષેકે કહ્યું કે તેના પિતાને થોડા થોડા લક્ષણો છે તથા તેમને તમામને શાંત રહેવા અને ના ગભરાવવા અનુરોધ કર્યો છે. અમિતાભે ટ્વીટ કરીને કહ્યુ- હું કૉવિડ-19થી સંક્રમિત થયો છુ, મને હૉસ્પીટલ લાવવામાં આવ્યો છે. હૉસ્પીટલ અધિકારીઓને સૂચિત કરી રહ્યાં છે, અને અમારા પરિવારના તમામ સ્ટાફ સભ્યોની તપાસ થઇ છે.



બીજા ટ્વીટમાં બિગ બીએ લખ્યું- મારા માટે તે તમામ દુઆઓ અને શુભકામનાઓનો જવાબ આપવાનુ શક્ય તો નથી, જેમાં અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા અને મારા પ્રત્યે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, હું હાથ જોડીને કહેવા માગુ છું કે આભાર તમારા શાશ્વત પ્રેમ અને સ્નેહ માટે.