પાયલટનો દાવો છે કે મારી પાસે 30 ધારાસભ્યોનું સમર્થન
રવિવારે સચિન પાયલટે નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેની પાસે 30 ધારાસભ્યોનું સમર્થન છે અને રાજસ્થાનની અશોક ગેહલોતની સરકાર અલ્પમતમાં છે. જોકે, તેમણે 30 ધારાસભ્યોના નામ ન આપ્યા. જ્યારે કોંગ્રેસે આ દાવાને ફગાવી દીધો છે. કોંગ્રેસ સૂત્રોનો દાવો છે કે રવિવારે રાત્રે અશોક ગેહલોતની બેઠકમાં 90 ધારાસભ્યો સામેલ થયા હતા.
આજે જ થવાની છે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક
એ મહત્ત્વપૂર્ણ છે કે આજે રાજસ્થાનની સીએમ અશોક ગેહલોતે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠક સોમવારે સવારે સાડા દસ કલાકે બોલવાવમાં આવી છે. તેને લઈને સીએમે ધારાસભ્યોને વ્હિપ પણ આપ્યા છે. આ બેઠકમાં સચિન પાયલટ સામેલ નહીં થાય. પાયલના નજીકના સૂત્રોનું કહેવું છે કે હવે અશોક ગેહલોતની સાથે કામ કરવું મુશ્કેલ છે.