ક્યા વિવાદાસ્પદ અભિનેતાને છે પેટનું કેન્સર, કહ્યું- હવે હું એક-બે વર્ષ જ જીવીશ, જાણો વિગત
કેઆરકેએ આગળ લખ્યું કે, ‘હું માત્ર પોતાની બે વિશેજ કારણે દુઃખી છું, જેને હું પુરી નથી કરી શકવાનો. પહેલી એક કે હું એક નિર્માતાના રૂપે એક એ ગ્રેડની ફિલ્મ બનાવવા માંગતો હતો. અને બીજી હું અમિતાભ બચ્ચનજીની સાથે એક ફિલ્મમાં કામ કરવા માંગતો હતો. આ બન્ને ઇચ્છાઓ મારી સાથે હંમેશાની સાથે મરી જશે. હવે હું મારા પ્યારા પરિવારની સાથે મારો સમય વિતાવીશ, લવ યુ ઓલ, પછી ભલે તમે મને નફરત કરો કે પ્રેમ.’
હું કોઇની સહાનુભુતિથી એક દિવસ પણ નથી જીવવ માંગતો, હું એ લોકોની પ્રસંશા કરીશ, જે મને ગાળો આપવાની હજુ પણ બંધ નથી કરતા, મને નફરત કે પ્રેમ કરે જેમ પહેલા કરતાં હતા તેમ, એક સામાન્ય માણસની જેમ.’
કમલ રશીદ ખાન ખુબ લાંબા સમયથી કોઇ ટીવી શૉમાં કે કોઇ ફિલ્મમાં દેખાયા નથી. કેટલાય સમયથી પડદાથી દુર રહેલા રશીદ ખાનની કોઇ કન્ટ્રૉવર્સી પણ સામે નથી આવી પણ તેમના બિમાર રહેવાની ખબર આવી છે, તે પણ તેમને જાતે જ આપી છે.
કમલ રશીદ ખાને એક પ્રેસ રિલીઝ કરતાં કહ્યું કે, ‘એ કન્ફોર્મ છે કે હું પેટના કેન્સરથી પીડિત છું અને ત્રીજા સ્ટેજમાં છું, આશા છે કે મારી પાસે જીવવા માટે બે-ત્રણ વર્ષ જ બચ્યાં છે. હવે હું લોકોનું મનોરંજન નથી કરી શકતો, જે લોકો મને એ અનુભવ કરાવી શકે છે કે હું જલ્દી મરવાનો છું.
મુંબઇઃ હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહેતા અભિનેતા કમલ રશીદ ખાન ઉર્ફે KRK સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, તેમને પેટમાં કેન્સર થઇ ગયું છે અને તે ખુબ જ ગંભીર ત્રીજા સ્ટેજનું છે. કમલ રશીદ ખાને આ વાતનો ખુલાસે એક પ્રેસ રિલીઝમાં કર્યો, દુઃખદ શબ્દોમાં તેમને કહ્યું કે, 'બની શકે કે હું કદાચ 1-2 વર્ષ જ હવે જીવી શકું.'