BAFTA Awards 2024: 77મા બ્રિટિશ એકેડમી ઑફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (BAFTA 2024) એવોર્ડ શોમાં બ્રિટિશ અને ઈન્ટરનેશનલ સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોને સન્માનિત કરવામાં આવી હતી.






આ એવોર્ડ શોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો.  બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સહિત ઘણા હોલિવૂડ સ્ટાર્સ આ એવોર્ડ શો રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં આ એવોર્ડ શો માટે ફિલ્મ અને ટીવી નોમિનેશનની યાદી બહાર પાડવામાં આવી હતી.






BAFTA ફિલ્મ એવોર્ડ સમારોહ 18 ફેબ્રુઆરીના રોજ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં લંડનના સમય મુજબ સાંજે 7 વાગ્યે (19 ફેબ્રુઆરીએ ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે) શરૂ થયો હતો. આ એવોર્ડ શો ડેવિડ ટેનેન્ટ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. તેને પહેલીવાર આ તક મળી છે.






'ઓપેનહાઇમર'નો દબદબો


ગોલ્ડન ગ્લોબ અને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ પછી 'ઓપેનહાઇમર'એ બાફ્ટામાં સૌથી વધુ 7 એવોર્ડ જીત્યા હતા. રોબર્ટ ડાઉનીને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો. કિલિયન મર્ફીએ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો જ્યારે ક્રિસ્ટોફર નોલને શ્રેષ્ઠ દિગ્દર્શક માટે તેમની કારકિર્દીનો પ્રથમ બાફ્ટા એવોર્ડ જીત્યો હતો. 'ઓપેનહાઇમર'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય ફિલ્મે બેસ્ટ એડિટિંગ, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને ઓરિજિનલ સ્કોરનો એવોર્ડ પણ જીત્યો હતો.






'બાર્બી' એવોર્ડ જીતવામાં રહી નિષ્ફળ


બાફ્ટા 2024 નોમિનેશનમાં માર્ગોટ રોબી અને રયાન ગોસલિંગ અભિનીત ફિલ્મ 'બાર્બી'ને બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર સહિત કુલ 5 નોમિનેશન મળ્યા હતા, પરંતુ કમનસીબે આ ફિલ્મ 5 કેટેગરીમાં 1 એવોર્ડ પણ જીતી શકી ન હતી.






વિશ્વના પ્રથમ પરમાણુ પરીક્ષણની વાર્તા 'ઓપેનહાઇમર'માં જોવા મળી


'ઓપેનહાઇમર' માં અમેરિકન ભૌતિકશાસ્ત્રી જે. રોબર્ટ ઓપેનહાઇમરના જીવનની ઝલક બતાવવામાં આવી છે. રોબર્ટ 'ફાધર ઓફ ધ એટોમિક બોમ્બ' તરીકે જાણીતા છે.


આ ફિલ્મની વાર્તા અમેરિકાના સૈન્ય માટે ઓપેનહાઇમરના નેતૃત્વ હેઠળ ટ્રિનીટ કોડ નામથી દુનિયાના પ્રથમ પરમાણુ પરીક્ષણની છે. તે ટ્રાયલ સુધી અને પછીની ઘટનાઓનું વર્ણન કરે છે. તેની વાર્તાથી લઈને પાત્રો અને દિગ્દર્શન સુધી, પ્રેક્ષકો અને વિવેચકો દ્વારા તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.