✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'બાહુબલી 2'એ માત્ર 4 દિવસમાં તોડ્યા ક્યા 10 રેકોર્ડ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 May 2017 10:32 AM (IST)
1

વિશ્વભરમાં અંદાજે 9000 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલ બાહુબલી-2 અત્યાર સુધીમાં ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. સાથે જ બાહુબલી-2 ફિલ્મ માટે અત્યાર સુધી સૌથી વધારે ઓનલાઈન એડવાન્સ બુકિંગ થયું છે.

2

અંદાજે 250 કરોડ રૂપિયાના બજેટથી બનેલ આ ફિલ્મે 24 કલાકની અંદર જ 100 કરોડ ક્લબમાં સામેલ થનારી ફિલ્મ બની છે. ડબ્ડ ફિલ્મ માટે પણ તેણે રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મે કોઈપણ ડબ ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે કરતાં હિન્દી ડબ વર્ઝનમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

3

ફિલ્મએ શુક્રવારે સૌથી વધારે 40.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પહેલા આ રેકોર્ડ ક્રિષ-3(168.25 કરોડ)ના નામે હતો. એટલુંજ નહીં બાહુબલી-2એ માત્ર 3 દિવસની અંદર 500 કરોડનું કલેક્શન કરવાનો રેકોર્ડ પણ પોતાને નામે કર્યો છે. જો ફિલ્મના વિશ્વભરના આંકડા જોડવામાં આવે તો આ રકમ અંદાજે 520 કરોડની આસપાસ થવા જાય છે.

4

કોઈપણ ફિલ્મ માટે સોમવારનો દિવસ સૌથી મુશ્કેલ હોય છે, કારણ કે આ વર્કિંગ-ડે હોય છે માટે આ દિવસે વધારે કમાણી કરવી એ કોઈપણ ફિલ્મ માટે પડકાર હોય છે. આ મામલે પણ પ્રભાસ અને રાણા દગ્ગુબાતીએની આ ફિલ્મે રેકોર્ડ બનાવ્યો છે. સત્યરાજ અને રામ્યા કૃષ્ણા સ્ટારર આ ફિલ્મે સોમવારના દિવસે સૌથી વધારી કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

5

ફિલ્મએ શુક્રવારે 40.75કરોડ, શનિવારે 40.25 કરોડ, અને રવિવારે કુલ 46.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઉપરાંત ફિલ્મના હિન્દી વર્ઝને પહેલા જ દિવસે સૌથી વધારે કમાણી કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિદેશોમાં પણ ફિલ્મે અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે અને અમેરિકામાં આ ત્રીજા સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ બની ગઈ છે.

6

નવી દિલ્હીઃ એસ.એસ. રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી-2એ બોક્સ ઓફિસ પર રિલીઝ થયાના માત્ર 5 દિવસની અંદર અત્યરા સુધી અનેક રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મે પહેલા જ વીકએન્ડમાં માત્ર હિન્દી ડબ વર્ઝનથી 125 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મએ સલમાન ખાનની સુલ્તાન, આમિર ખાનની દંગલ અને શાહરૂખ ખાનની રઈસના રેકોર્ડ તોડ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • 'બાહુબલી 2'એ માત્ર 4 દિવસમાં તોડ્યા ક્યા 10 રેકોર્ડ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.