કેદારનાથ મંદિરના કપાટ ખૂલ્યા, સૌથી પહેલા PM મોદીએ કર્યો રૂદ્રાભિષેક
2013ની દુર્ઘટના બાદ છેલ્લા ત્રણ વર્ષથી કેદારનાથમાં યાત્રા તો થઈ, પરંતુ મંદિર સુધી જવાના રસ્તાને એટલુ નુકસાન થયું હતું કે તેને પાટા પર લાવતા લાંબો સમય લાગ્યો. હવે બાબા કેદારનાથનું ધામ ભરી ભક્તો માટે તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવ યોગીઓથી લઈને રાજયોગી સુધી ભગવાન શિવના ધામમાં પહોંચી ગયા છે અને કપાટ ખુલવાની જ રાહ જોઈ રહ્યા છે. પીએમ મોદીએ જે રીતે ચૂંટણી દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં રૂદ્રાભિષેક કર્યો હતો ઠીક એ જ રીતે પ્રધાનમંત્રી મોદી કેદારનાથ મંદિરમાં પણ રૂદ્રાભિષેક કરવાના છે.
બાબા કેદારનાથના પ્રથમ દર્શન માટે ભક્તો પહોંચી ગયા છે. ઉખી મઠથી બાબા કેદારનાથની ડોલી ગઈકાલે મંદિરી પહોંચી હતી. પરંપાર અનુસાર છ કુમાઉ રેજિમેન્ટે બેન્ડ ધુન સાથે બાબા કેદારનાથનું સ્વાગત કર્યું.
વડાપ્રધાન તરીકે બાબા કેદારનાથના દર્શન કરનારા મોદી ત્રીજા પીએમ છે. આ પહેલા ઈન્દિરા ગાંધી અને વીપી સિંહ પીએમ તરીકે અહીંયા આવી ચૂક્યા છે. મોદી ઉપરાંત ચાલુ સપ્તાહે 5 તારીખે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ઉત્તરાખંડ આવી રહ્યા છે. તેઓ કેદારનાથ ઉપરાંત બદ્રીનાથ પણ જશે.
દેહરાદૂનઃ વડાપ્રધાન મોદીએ કેદારનાથના કપાટ ખૂલ્યા બાદ સૌથી પહેલા દર્શન અને પૂજા કરી હતી. તેમણે અહીંયા ભગવાન શિવને રૂદ્રાભિષેક કર્યો હતો. આ ઐતિહાસિક અવસર માટે મંદિરને ગલગોટાના ફૂલોના સજાવવાવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર અને પૌરાણિક રીત-રિવાજો મુજબ મંદિરના કપાટ બુધવારે સવારે 8.50 કલાકે ખોલવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -