બાહુબલી-2ના ક્લાઈમેક્સનો વિડીયો એક ટ્રેઈનીએ કઈ રીતે ચોરીને કર્યો વાયરલ ? જાણો
હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદના પગલે સાયબર સેલે ક્રિષ્ણાને ઝડપી તેનું કોમ્પ્યુટર અને મોબાઈલ કબજે કરતાં ખબર લપડી કે તેણે વિજયવાડામાં પોતાના મિત્રોને આ વીડિયો ફોરવર્ડ કર્યા હતા. જો કે ક્રિષ્ણાએ પોતે કોઈની પાસેથી નાણાં લીધાં હોવાનો ઈન્કાર કર્યો છે.
આ લીક થયેલો વીડિયો ફિલ્મના નિર્માતાઓ પૈકીના એક શોબુ યાર્લાગડ્ડુના મોબાઈલ પર વોટ્સએપ દ્વારા આવ્યો અને તે આઘાત પામી ગયા. તેમણે તરત જ પોલીસ ફરિયાદ કરી અને આ કૃત્ય કોણે કર્યું છે તેની તપાસ કરવા સ્ટુડિયોમાં પણ ફરમાન કરતાં ક્રિષ્ણા ઝડપાઈ ગયો.
હૈદરાબાદઃ બાહુબલી-2 ફિલ્મનો ફિલ્મ ચાહકો બેતાબીથી ઈંતજાર કરી રહ્યા છે ત્યારે બાહુબલીના ક્લાઈમેક્સનો 9 મિનિટનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ફરતો થયો પછી પોલીસ ફરિયાદ થતાં એક વ્યક્તિની ધરપકડ પણ થઈ શકે છે.
બે દિવસ પહેલાં ક્રિષ્ણાએ સ્ટુડિયોના કોમ્પ્યુટરમાંથી બાહુબલી-2ના વીડિયો પેન ડ્રાઈવમાં લીધા હતા. આ પેન ડ્રાઈવની મદદથી તેણે વીડિયો પોતાના કોમ્પ્યુટરમાં નાંખ્યા અને પછી પોતાના મોબાઈલ ફોનમાં લઈને પોતાના મિત્રોને ફોરવર્ડ કરી દીધા હતા.
બાહુબલી-2 ફિલ્મનું એડિટિંગ, ડબિંગ, એનિમેશન વગેરે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં થઈ રહ્યું છે. ક્રિષ્ણા પ્રાઈમ ફોકસ ઈન્સ્ટિટ્યુટમાં ટ્રેઈનિંગ પછી આ સ્ટુડિયોમાં ટ્રેઈની વીડિયો એડિટર તરીકે છ મહિના પહેલાં જ જોડાયો હતો. ક્રિષ્ણા સ્ટુડિયોમાં વીએફએક્સ ઈફેક્ટનું કામ કરતો.
જો કે આ વીડિયો કેવી રીતે લીક કરાયો તેની વાત પણ રસપ્રદ છે. આ વીડિયો વાયરલ કરવા બદલ ઐનામપુડી ક્રિષ્ણા નામના વીડિયો એડિટરની ધરપકડ કરાઈ છે. હૈદરાબાદના શૈકપેટની એક હોસ્ટેલમાંથી ક્રિષ્ણાને મંગળવારે ઝડપી લેવાયો હતો.