1 લી જાન્યુ.થી વાહન રજિસ્ટ્રેશન માટે RTO નહીં જવું પડે, જાણો સરકારે શું કરી જાહેરાત
એટલું જ નહીં, જે વાહન માલિકો એક કત વાહન ડીલર્સને ત્યાંથી વાહન લઈ ગયા બાદ આરટીઓ કચેરીએ જવાનું પસંદ કરતા નથી. બહારથી ડુપ્લિકેટ્સ નંબર પ્લેટ ફિટ કરાવીને ફરે છે. આથી, હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ-એચએસઆરપી લાગ્યા પછી જ વાહનને રસ્તા ઉપર ઊતારી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સૂચનાઓ મુજબ 1લી જાન્યુઆરી 2017થી વાહન માલિકોને એચએસઆરપી અને આર.સી. બુક એક જગ્યાએથી એટલે કે ડીલરને ત્યાં જ મળી રહેશે. નંબરપ્લેટ ફિટ કરાવ્યાવગર વાહન ડીલર્સ પ્રિમાઈસિસમાંથી બહાર નીકળી શકશે નહીં. તેના માટે ડીલરને ત્યાં જ જરૂરી ઈક્વિપમેન્ટ અને મેનપાવરની વ્યવસ્થા કરવામાં આવશે. આ વ્યવસ્થાને કારણે આર.સી. બુક તૈયાર કરવાનો બેકલોગ ઘટશે.
ગાંધીનગરઃ આરટીઓ કચેરીલમાં લાઈસન્સથી લઈને વાહન રજિસ્ટ્રેશન, આરસી બુક, નંબરપ્લેટને લઈને ચાલતા રજિસ્ટ્રેશનને લઈને રૂપાણી સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે લોકોને એજન્ટરાજમાંથી મુક્તિ મળશે.
1લી જાન્યુઆરી 2017થી વાહન રજિસ્ટ્રેશન માટે આરટીઓ કચેરી સુધી લાંબા થવું પડશે નહીં. આવી તમામ સેવાઓ એક જ દિવસમાં આપવા સરકારે વન-ડે સર્વિસના અમલ માટે ટુ અને ફોર વિહિકલ કંપનીઓના 147 શોરૂમ-વર્કશોપને ડિમ્ડ આરટીઓ જાહેર કરી છે. વર્ષ 2017ના આરંભે લાઈસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબરપ્લેટ એક જ દિવસમાં ઉપલબ્ધ થાય તે ઉદ્દેશ્યથી વાહન વ્યવહાર કમિશ્નર કલમ દયાણીએ મંગળવારે પરિપદ્ર દ્વારા સૂચનાઓ બહાર પાડી છે.
ડીલર્સના શોરૂમ કે વર્કશોપમાં થનારી રોજેરોજની કામગીરી માટે સિનિયર મોટરવાહન નિરીક્ષક કે સહાયકને નોડલ અધિકારી તરીકે દરરોજ સાંજે દિવસભરના કામકાજનો રિપોર્ટ પણ કમિશ્નરને ઈ-મેલથી પહોંચતો કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -