PICS: 'બાહુબલી 2'એ રીલિઝ થતા પહેલા જ તોડી નાખ્યો રેકોર્ડ, જાણો કેટલા બનાવ્યા પૈસા
પ્રોડક્શન ટીમના નજીકના સૂત્રોએ ઈંટરનેશન બિઝનેસ ટાઈમ્સને માહિતી આપી કે, . બાહુબલી-2ના હિંદી વર્ઝનના સેટેલાઈટ રાઈટ્સ સોની ટીવીને વેચવામાં આવ્યા છે. જેની માટે 51 કરોડ રૂપિયા પ્લસ ટેક્સ ચૂકવવામાં આવ્યા છે. કોઈ પણ ભારતીય પ્રાદેશિક ફિલ્મના ટીવી રાઈટ્સ માટેની આ સૌથી મોટી રકમ છે અને આટલા પૈસા આજ સુધી કોઈ પણ પ્રાદેશિક ફિલ્મ માટે ચૂકવાયા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલો એવા પણ હતા કે બીજા ભાગ માટે ફિલ્મ મેકર્સે ઓવર-સી રાઈટ્સ માટે 50 કોરડ માગ્યા છે. આ ભાગમાં કટ્ટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેનો જવાબ છે. બાહુબલી-2 28 એપ્રિલ 2017ના રોજ રીલિઝ થશે.
એસ.એસ રાજામૌલીએ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મના પહેલા ભાગ બાહુબલી- ધી બિગિનીંગે પણ રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરી હતી. પહેલા ભાગના સેટેલાઈટ્સ રાઈટ 45 કરોડમાં સ્ટાર ઈંડિયાને આપવામાં આવ્યા હતા.
ફિલ્મના હિંદી વર્ઝનના સેટેલાઈટ્સ રાઈટ્સ સોની ટીવીને 51 કરોડ પ્લસ ટેક્સની તોતિંગ કિંમતે આપવામાં આવ્યા છે. કોઈ પણ રિજનલ ફિલ્મના સેટેલાઈટ્સ રાઈટ માટે અપાયેલી આ સૌથી વધુ કિંમત છે.
મુંબઈ: એસ.એસ રાજામૌલીની આવનારી ફિલ્મ બાહુબલી-ધ કન્ક્લુઝને રીલિઝ થતા પહેલા જ રેકોર્ડ બનાવી લીધો છે. બાહુબલી-2ના હિંદી વર્ઝનના સેટેલાઈટ રાઈટ્સ સોની એન્ટરટેઈન્મેંટને રેકોર્ડ બ્રેકિંગ કિંમતે આપવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -