✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગીર સોમનાથમાં ક્રૂર માતા એ જ 3 બાળકોની ડૂબાડી કરી હત્યા, જાણો શા માટે આ પગલું ભર્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Oct 2016 08:46 AM (IST)
1

2

3

4

આ સમયે માતાએ ખોટુ નાટક કરીને બાળકો ડુબી ગયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસની આકરી પુછપરછમાં તેમણે જ બાળકોને ડુબાડી દીધાનું ખુલ્યું હતું અને પોતાના પતિ બશીર ઇબ્રાહીમ શેખ સાથે છુટાછુડા કરીને અન્ય સાથે લગ્ન કરવાના હોવાથી આ પગલુ ભર્યુ હતું. માતાએ ૩ સંતાનોની હત્યા કરતા તેના પતિ બશીર ઇબ્રાહીમ શેખની ફરીયાદના આધારે પોલીસે અસ્મા ખાતુનની ધરપકડ કરી છે. આ બનાવથી વેરાવળ પ્રભાસપાટણ પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ છે.

5

સવારે અસ્મા ખાતુન તેના માતા પિતાના ઘરેથી ત્રણેય માસુમ સંતાનો અસ્પાક (ઉ.વ.૭), શાબીર (ઉ.વ.૪) અને ઇનાયત (ઉ.વ.૧II)ને લઇને સ્કુલે જાવ છું તેમ કહીને નિકળી હતી. ત્યાર બાદ શીતળા માતાજીના મંદિરની સામે હિરણ નદીમાં અવાવરૃ કાંટાવાળી જગ્યામાં ત્રણેય સંતાનો સાથે પોતે પણ ઝંપલાવ્યું હતું અને મોતનો ભય લાગતા રાડો પાડવા લાગી હતી અને બહાર નીકળી ગઇ હતી. જયાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પરંતુ બાળકોને બચાવવામાં નિષ્ફળતા મળી હતી.

6

પ્રાપ્ત માહીતી મુજબ લખાતવાડીમાં રહેતા બશીર ઈબ્રાહીમ શેખના પત્નિ અસ્મા ખાતુનબેન છેલ્લા ૪ મહિનાથી પતિ સાથે બનતું ન હોવાથી તેમના પિયરમાં રહેતા હતા અને પોલીસમાં અરજી આપી હતી કે મારો પતિ ગૂમ થયેલ છે. ત્યાર બાદ બંન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

7

ગીર સોમનાથમાં માતાએ ત્રણ બાળકોની હત્યા કર્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. હિરણ નદીમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.લાખતવાડી વિસ્તારના આ બાળકો તેમની માતા સાથે નદીએ ગયા હતા. જે બાદ માતાએ ત્રણેય બાળકોની નદીમાં ફેંકી હત્યા કર્યાની કબૂલાત કરી છે. જો કે આ ત્રણેય બાળકોના નહાવા પડવાથી ડુબવાને લઇને આશંકાઓ સેવાઇ રહી છે. પોલીસે માતાની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક બાળકો દોઢ વર્ષ, ચાર વર્ષ અને સાત વરસની ઉંમરના જ છે.

  • હોમ
  • ગુજરાત
  • ગીર સોમનાથમાં ક્રૂર માતા એ જ 3 બાળકોની ડૂબાડી કરી હત્યા, જાણો શા માટે આ પગલું ભર્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.