બાહુબલીની આ હૉટ એક્ટ્રેસ હવે બની ગઇ 'પોર્ન સ્ટાર', જાણો વિગતે
હૈદરાબાદઃ બાહુબલી ફિલ્મમાં શિવગામીની ભૂમિકામાં પોતાની આગવી કલાનો જલવો બતાવી ચૂકેલી હૉટ એક્ટ્રેસ રામ્યા કૃષ્ણા હવે નવા અવતારમાં જોવા મળશે. રામ્યા કૃષ્ણાએ એક સાહસી પગલુ ભરતા અપકમિંગ ફિલ્મમાં તેને પોર્ન સ્ટારની ભૂમિકા નિભાવી છે, હાલ તે શૂટિંગમાં વ્યસ્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ અનુસાર, રામ્યા કૃષ્ણા એક તામિલ ફિલ્મમાં પોર્ન સ્ટારની ભૂમિકા નિભાવી રહી છે. વિજય સેતુપતિ અને સામંતાના ત્યાગરાજન કુમારરાજના નિર્દશનમાં આવનારી ફિલ્મ 'સુપર ડીલક્સ' ચર્ચામાં છે, આમાં રામ્યા હૉટ રૉલમાં જોવા મળશે. પ્રાયોગિક રીતે બનવા જઇ રહેલી આ ફિલ્મમાં વિજય સેતુપતિ મહિલાના ગેટ-અપમાં જોવા મળશે.
ફિલ્મ સુપર ડીલક્સમાં સમંતા પણ બે અલગ ગેટ-અપમાં દેખાશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ પુરજોશમાં ચાલી રહ્યુ છે અને ફિલ્મ ટુંકસમયમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
રામ્યા કૃષ્ણા આ ફિલ્મમાં 'લીલા'ની ભૂમિકામાં પોતાનો શ્રૃગારનો જલવો દેખાડશે. આ વાતની માહિતી નિર્દેશક અને નિર્માતાએ આપી છે. તેમને જ્યારે આ ભૂમિકા માટે રામ્યા કૃષ્ણાને ઓફર કરી તો તેને પહેલા ચોખ્ખી ના પાડી દીધી હતી, જોકે બાદમાં એગ્રી થઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -