રૂપિયાના મામલે બીજા નંબર પર સમાજવાદી પાર્ટી છે. અખિલેશ યાદવની પાર્ટીની પાસે 471 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે. જોકે રોકડના મામલે દેશની બે મોટી પાર્ટી ભાજપ અનો કોંગ્રેસ બીએસપી અને એસપી કરતાં ઘણી પાછળ છે. કોંગ્રેસ પાસે 196 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે જ્યારે બાજપ પાસે 82 કરોડ રૂપિયા બેંક બેલેન્સ છે. અન્ય કપક્ષની વાત કરીએ તો ચન્દ્રબાબુ નાયડૂની પાર્ટી ટીડીપી પાસે 107 કરોડ, સીપીએમની પાસે 3 કરોડ અને આમ આદમી પાર્ટી પાસે 3 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે.
સત્તાધારી પક્ષ ભાજપ પાસે એસપી, બીએસપી અને કોંગ્રેસની તુલનામાં ઘણું ઓછું બેંક બેલેન્સ છે જ્યારે કે પાર્ટીને વર્ષ 2017-18માં સૌથી વધારે 1027 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. તેની પાછળનું કારણ ચૂંટણી પ્રચારમાં ભાજપ દ્વારા કરવામાં આવતો વધુ પડતો ખર્ચ હોવાનું કહેવાય છે.