નવી દિલ્હી : બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મ  સમીક્ષક તરણ આદર્શના જણાવ્યા મુજબ આયુષ્માન ખુરાનાની ફિલ્મે માત્ર 4 દિવસમાં 50 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે.


આ ફિલ્મમાં આયુષ્યમાને ટાલિયા યુવાનનો રોલ ભજવ્યો છે. અમર કૌશિક દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સિવાય યામી ગૌતમ, ભૂમિ પેડનેકર, જાવેદ જાફરી તેમજ સૌરભ શુક્લા છે.

ફિલ્મ બાલાએ પ્રથમ દિવસે 10.15 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે ફિલ્મે 15.73 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 18.07 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે સોમવારે કુલ 8.26ની કમાણી કરતા અત્યાર સુધી 52.21 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.