મુંબઇઃ બૉલીવુડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફૂલ 4' ટુંકસમયમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલરને લઇને દર્શકો તરફથી ખુબ સારા રિએક્શન મળી રહ્યાં છેસ, પણ આજકાલ ફિલ્મનુ એક ગીત ખુબ વાયરલ થઇ રહ્યું છે. અક્ષય કુમાર પર ફિલ્માવેલુ અતરંગી ગીત 'શૈતાન કા સાલા' ગયા અઠવાડિયે રિલીઝ થઇ ચૂક્યુ છે.

ગીત રિલીઝ થયાના થોડાક સમય બાદ સોશ્યલ મીડિયા પર '#BalaChallenge' જોરદાર ટ્રેન્ડ થઇ રહ્યું છે, દરેક આ ચેલેન્જને પુરી કરી રહ્યું છે. આ લિસ્ટમાં અક્ષય કુમારથી લઇને કરિના કપૂર, વરુણ ધવન સહિતના સ્ટાર સામેલ છે.


આને શેર કરતાં અક્ષય કુમારે લખ્યુ- હાઉસફૂલ 4ની બાલા ચેલેન્જ દરેક જગ્યાએ દેખાઇ રહી છે, આના કેટલાક મજેદાર વીડિયો અહીં શેર કરી રહ્યો છું.