મુંબઈ: બોલિવૂડમાં આવ્યા પહેલા અને બોલિવૂડમાં લાવવાની લાલચે લોકો યુવતીઓ અને મહિલાઓ પાસે કેવું ગંદુ કામ કરાવે છે એનો સનસનીખેજ ખુલાસો થયો છે. મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે કે, જે મોડેલો અને યુવતીઓને ફિલ્મોમાં કામ કરવાની લાલચ આપીને પ્રોસ્ટીટ્યુટ તરફ ધકેલતો હતો. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

શનિવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલ આરોપી પોતાની જાતને ડાયરેક્ટર ગણાવી યુવતીઓને ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપતો હતો. આરોપી સહવાન અલી ઉર્ફ મન્નુ ચનઈ કવિરાજ કે જેની ઉંમર 45 વર્ષ છે. શુક્રવારે ગોરેગાંવમા આવેલી એક આલિશાન હોટલમાં પોલીસે દરોડા પાડીને તેની ધરપકડ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, અપરાધ શાખાની સામાજિક કાર્ય ધારા અનુસાર તેની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે અમને સુચના મળી એટલે અમે તરત જ તે હોટલમાં દરોડા પાડ્યા અને બે મોડેલને બચાવી પણ લીધી હતી. આરોપીએ મોડેલને ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ આપવાની લાલચ આપીને પ્રોસ્ટીટ્યુટમાં ધકેલવા માંગતો હતો.

પોલીસ અધિકારી રાજેન્દ્ર દભાડેએ કહ્યું હતું કે, આરોપી મોડેલોને પ્રોસ્ટીટ્યુટ માટે નજીકના મોટા શહેરો અને બીજા રાજ્યોમાં પણ મોકલતો હતો. આરોપીની હાલમાં આરે પોલીસ સ્ટેશન દ્વારા અનૈતિક વેપાર અધિનિયમના કાયદા પ્રમાણે ધરપકડ કરવામાં આવી છે.