મુંબઈ: ફિલ્મમેકર કરન જોહરે કહ્યું હતું કે ઉરીમાં થયેલા આતંકી હુમલાના કારણે હું પણ દુખી છું, દેશવાસીઓનો ગુસ્સો સમજી શકુ છું, પરંતુ પાકિસ્તાનના કલાકારોનો બહિષ્કાર કરવો આતંકવાદનો હલ નથી. કરન જોહરનું આ નિવેદન MNS તરફથી ફવાદ ખાન અને માહિરા ખાન જેવા પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાની ધમકી આપ્યા બાદ આવ્યું હતું. પાકિસ્તાની કલાકારો જો ભારત નહી છોડે તો તેમની ફિલ્મનું શુંટિગ પણ રોકી દેવાની ધમકી આપવામાં આવી હતી.

ફવાદખાન કરન જોહરની આગામી ફિલ્મ એ દિલ હે મુશ્કિલ માં છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે.