કાનપુર: ટીમ ઈંડિયા વિરૂદ્ધ કાનપુર ટેસ્ટમાં 434 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં  4 વિકેટ ગુમાવીને 93 રન બનાવી લીધા છે. હાલ ન્યુઝીંલેડના લ્યૂક રોન્ચી અને સાન્તેનર રમતમાં છે. રોસ ટેલર 17 રને રન આઉટ થયો હતો.

ન્યૂઝીલેન્ડ હજુ પણ ટીમ ઈંડિયાથી 341 રન પાછળ છે. આર.અશ્વિને તરખાટ મચાવતા બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. આ  પહેલા ટીમ ઈંડિયાએ પોતાની બીજી ઇનિંગ 5 વિકેટે 377 રને ડિકલેર કરી હતી. રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારતા જ કેપ્ટન વિરાટ કોહલીએ ઇનિંગ પૂર્ણ કરવાનો ઇશારો કર્યો હતો. બીજી તરફ રોહિત શર્મા પણ 68 રને અણનમ રહ્યો હતો.

ટીમ ઈંડિયા તરફથી આર.અશ્વિને તરખાટ મચાવતા બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. આ  પહેલા ટીમ ઈંડિયાએ પોતાની બીજી ઇનિંગ 5 વિકેટે 377 રને ડિકલેર કરી હતી. રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારતા જ કેપ્ટન વિરાટ કોહલીએ ઇનિંગ પૂર્ણ કરવાનો ઇશારો કર્યો હતો. બીજી તરફ રોહિત શર્મા પણ 68 રને અણનમ રહ્યો હતો.

ટીમ ઈંડિયા તરફથી અશ્વિને તરખાટ મચાવતા 3 વિકેટ લીધી હતી. પરંતુ ન્યુઝીલેંડ સામેની બીજી અને 500મી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ પોતાના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા બીજી ઈનિંગમાં 14 ઓવર ફેંકી માત્ર 8 રન આપ્યા હતા. રવિંદ્ર જાહેજાએ પોતાની 14 ઓવરમાં 10 ઓવર તો મેડન નાંખી હતી.

લંચ પહેલા ભારતીય ટીમે બનાવ્યા 252/4 અને કુલ 308 રનની લિડ છે.

અજિંક્ય રહાણે અને રોહિત શર્મા વચ્ચે 23 રનોની પાર્ટનરશીપ થતાં ભારતના 250 રન પૂરા થયા હતા.

આ સેશનમાં પૂજારા 78 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે કેપ્ટન કોહલીની 18 રને વિકેટ પડી હતી.  જ્યારે મુરલી વિજય 76 રન બનાવીને સૈંટનરની ઓવરમાં LBW આઉટ થયો હતો.