Bappi Lahiri Passes Away Live Updates: બપ્પી લહેરીનું નિધન, બોલિવૂડમાં શોકની લહેર

Bappi Lahiri Death: બોલિવૂડના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું રાત્રે 11 વાગ્યે મુંબઈમાં જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં નિધન થયું છે. બપ્પી લાહિરી 69 વર્ષના હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 16 Feb 2022 09:25 AM
તેમના ગીતોને ભારત જ નહીં વિદેશમાં પણ લોકપ્રિયતા મળીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

બપ્પી લહેરીના નિધન પર શોક વ્યક્ત કરતા દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું કે તેઓ એક અજોડ ગાયક-સંગીતકાર હતા. તેમના ગીતોને ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિયતા મળી હતી. તેમના યાદગાર ગીતો લાંબા સમય સુધી લોકોને ખુશ કરતા રહેશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના.





આજે બપ્પી દાના અંતિમ સંસ્કાર નહીં થાય

સૂત્રોના જણાવ્યા અનુસાર બપ્પી લહેરીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. બપ્પી દાના પુત્રો અમેરિકામાં છે જેમના આગમનની રાહ જોવાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના પુત્રો મોડી રાત્રે 2 વાગ્યા સુધીમાં મુંબઈ આવી જશે. જે બાદ આવતીકાલે પવન હંસ પાસેના હિંદુ સ્મશાન ભૂમિમાં બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  

સંગીત જગત માટે મોટી ખોટ : ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ બપ્પી લહેરીના નિધનને સંગીત જગત માટે મોટી ખોટ ગણાવી છે. તેમણે કહ્યું કે તેઓ તેમના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે. પરિવારના સભ્યો પ્રત્યે મારી દિલથી સંવેદના.





પીએમ મોદીએ બપ્પી દા ના નિધન પર પર શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપ્પી લહેરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, "તેમના મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખી છું. તેમનો જીવંત સ્વભાવ બધાને યાદ હશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના.





અમિત શાહે શોક વ્યક્ત કર્યો

બપ્પી લહેરીના નિધન પર શોક વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, “સુપ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરી જીના નિધન વિશે જાણીને દુઃખ થયું. તેમના અવસાનથી ભારતીય સંગીત જગતમાં એક વિશાળ ખાલીપો પડી ગયો છે. બપ્પી દાને તેમની બહુમુખી ગાયકી  માટે યાદ કરવામાં આવશે.

સોનાના દાગીના પહેરવાનું પસંદ હતું

બપ્પી લહેરીને સોનું પહેરવાનું અને હંમેશા ચશ્મા પહેરવાનું પસંદ હતું. ગળામાં સોનાની જાડી ચેન અને હાથમાં મોટી વીંટી સહિત ઘણા બધા સોનાના ઘરેણા પહેરવા તેની ઓળખ હતી. તેમને બોલિવૂડના પ્રથમ રોક સ્ટાર સિંગર પણ કહેવામાં આવે છે. બપ્પી લહેરીએ બોલિવૂડને ઘણા હિટ ગીતો આપ્યા છે. બપ્પી લાહિરીનું સાચું નામ આલોકેશ લાહિરી છે. તેમનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેમના પિતાનું નામ અપરેશ લહેરી અને માતાનું નામ બંસરી લાહિરી છે. બપ્પી લાહિરીને બે બાળકો છે.

બ્રેકગ્રાઉન્ડ

Bappi Lahiri Death: પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું બુધવારે સવારે નિધન થયું. પ્રખ્યાત ગાયકે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 69 વર્ષના હતા. કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી લાહિરીનું નિધન રાત્રે લગભગ 11 વાગે થયું હતું. બપ્પી લાહિરી ઘણા સમયથી બીમાર હતા અને ક્રિટી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.




- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.