આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ફિલ્મમાં બેડરૂમ સીન આપવા માટે પિતા પાસેથી માગી હતી મંજૂરી
‘મે તેમને ડરતા-ડરતા પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે ‘કરી શકે છે’ તેમની મંજૂરી મળતા હું સાતમા આસમાને હતી. તેમણે જણાવ્યું કે, ‘તુ મોટી અને સમજદાર થઈ ગઈ છે હવે એક્ટિંગમાં કરિયર પસંદ કરી શકે છે.’ તે દિવસે તેમણે મને જણાવ્યું હતું કે, તેમણે 19 વર્ષની વયે પંજાબથી ભાગી મુંબઈમાં એક્ટિંગમાં નસીબ અજમાવ્યું હતું તો હું ચોંકી ગઈ. તે દિવસે પિતા સાથેની તમામ ફરિયાદો દૂર થઈ ગઈ.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસપનાએ જણાવ્યું કે,‘હું મારી જોબ અને લાઈફથી ખુશ હતી. મને સારી એવી સેલેરી મળતી હતી. આ સમયે ઈન્ડિયાથી એક ટીવી શો માટે ઓફર મળી. ત્યારે માતાને વાત કરી તો તેમણે કહ્યું કે- ‘તું પાગલ થઈ ગઈ છે કે પહેલા પિતાને પૂછ’ જે પછી મને યાદ આવ્યું કે આ પહેલા જ્યારે પિતાને વાત કરી તો તેઓ કેવા ભડક્યા હતા.’
સપનાએ જણાવ્યું હતું કે, ‘મે ‘ખામોશિયાં’ પિતાને પૂછી સાઈન કરી હતી. મે તેમને ફોન કરી કહ્યું હતું કે મારી પાસે એક ફિલ્મની ઓફર આવી છે. જેમાં ઘણા બેડરૂમ સીન્સ છે. આ વાત સાંભળી તેઓ ચૂપ થઈ ગયા. બાદમાં મે તેમને સમજાવ્યા કે, આ પ્રકારના સીન કરિના ‘કુર્બાન’ અને પ્રિયંકા ‘એતરાજ’માં આપી ચૂકી છે. તે પછી પિતાએ ફોન પર ફિલ્મ કરવા માટે ના તો ન પાડી પરંતુ ફરી આ મુદ્દે વાત પણ ન કરી.’
મુંબઈઃ ટીવી શો ‘24’માં જોવા મળેલ સપના પબ્બીએ ડેબ્યૂ ફિલ્મમાં બેડરૂમ સીન આપવાને લઈને મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પબ્બીએ બેડરૂમ સીન આપતા પહેલા તેના પિતાની મંજૂરી લીધી હતી. સપના પબ્બીએ પોતાની ફિલ્મી કારકિર્દી ખામોશિયાંત ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં તેણે બોલ્ડ સીન આપ્યા હતા. જોકે બાદમાં તે બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ. હાલમાં તેની બે ફિલ્મ ડ્રાઈવ અને ‘સત્રા કો શાદી હૈ’ પર કામ ચાલી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -