સોનમ કપૂરના લગ્ન જે બંગલોમાં થયા ત્યાં થઈ લાખો રૂપિયાની ચોરી, જાણો
છે. પોલીસે સીસીટીવીની મદદથી ચોરની તસવીર પણ જાહેર કરી છે ત્યારે હવે એ જોવાનું રહેશે કે ચોર ક્યારે પકડાય છે. સોનમ કપૂરની માસીનો આ બંગલો શાહરૂખ ખાનના બંગલો મન્નતની નજીક આવેલો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનમ કપૂરના માસી કવિતા સિંહના શાનદાર બંગલામાં ચોરી થઈ છે, આ બંગલાની કિંમત 75 કરોડની આસપાસ છે. મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ સ્થિત આ બંગલામાં 20 સપ્ટેમ્બરના રાત્રે ચોરી થઈ હતી. બંગલામાંથી રોકડ, લાખો રૂપિયાનો સામાન, મોબાઈલ ફોનની ચોરી થઈ છે. પરિવારના લોકોએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે સોનમ કપૂરની માસીના ઘરે લાખો રૂપિયાની ચોરી થઈ છે, જ્યાં સોનમ કપૂરે આનંદ આહુજા સાથે લગ્નના સાત ફેરા લીધા હતા. આ પહેલા પણ સોનમ કપૂરનો પાંચ લાખ રૂપિયાનો હાર ચોરી થઈ ચૂક્યો છે.
મુંબઈ: ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, ત્યારે સેલિબ્રિટીઝ ઘરમાં પણ ઘણી વખત ચોરીની ઘટના બનતી હોય છે. બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂરના લગ્ન જે બંગલામાં કરવામાં આવ્યા હતા તે બંગલામાં લાખો રૂપિયાની ચોરી થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -