ઈશા અંબાણી-આનંદની સગાઈ પહેલા જાણો તેની લવ સ્ટોરી, કોણે કર્યું હતું પ્રપોઝ?
અહેવાલ છે કે, ઈશા-આનંદના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં હોઈ શકે છે. સૂત્રો અનુસાર, ઈશાના લગ્નને લઈને ઉદયપુરના લોકેશન્સ ફાઈનલમાં કરવામાં આવી રહ્યા છે. પ્રી વેડિંગ સેલિબ્રેશન નવેમ્બરના અંતિમ સપ્તાહમાં શરૂ થશે. અંબાણી અને પીરામલ પરિવાર ઉદયપુરમાં વેન્યૂ ફાઈનલ કરવા માટે ગયા હતા. આ ફંક્શનમાં અનેક મોટી સેલિબ્રિટીઝ સામેલ થશે.
તસવીરમાં આનંદ આશી અંબાણીને ઘૂંટણીયે બેસીને પ્રપોઝ કરતાં જોવા મળે છે. આ પ્રપોઝલ મેળવીને ઈશા અંબાણી ખૂબ જ ખુશ જોવા મળી રહી છે.
આનંદે ઈશાને મહાબળેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યું. મેમાં એક ખાનગી સમારોહમાં બન્ને પરિવારની હાજરીમાં ઉજવણી થઈ હતી.
આનંદ-ઈશા બન્ને પરિવારની વચ્ચે મિત્રતાના સંબંધ હોવાને કારણે વર્ષોથી એક બીજાને જાણે છે. ઘણાં વર્ષોની મિત્રતાની વચ્ચે જ બન્નેને એક બીજા સાથે પ્રેમ થઈ ગયો.
ઇશા અંબાણી અને આનંદ પીરામલ ફેમિલી ફ્રેન્ડ્સ છે. આનંદ પીરામલ ગ્રુપના માલિક અજય પીરામલના દીકરા છે. અંબામી-પીરામલ પરિવારની વચ્ચે ઘણાં દાયકાથી મિત્રતાના સંબંધ છે. 90 દાયકામાં મુકેશ-નીતા અંબાણી અને અજય-સ્વિતા પીરામલ સાથે એન્ટાર્કટિકાની ટ્રિપ પર ગયા હતા.
નવી દિલ્હીઃ 21-23 સપ્ટેમ્બરે અંબાણી પરિવારમાં મોટો જલસો થવાનો છે. 21 સપ્ટેમ્બરે મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશાની આનંદ પીરામલ સાથે સગાઈ થવાની છે. ક્યારેય ન ભૂલાય તેવા આ ત્રણ દિવસની ઉજવણી વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. સગાઈની બધી જ વિધિ ઈટલીના Lake Comoમાં શુક્રવારથી શરૂ થશે. ઉજવણી 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઈશા-આનંદની સગાઈ પહેલા જાણો તેની લવ સ્ટોરી વિશે.