કોહલી અને ચાનૂને મળશે રમતનો સૌથી મોટો ખેલ રત્ન એવોર્ડ, 25 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ કરશે સન્માન
સચિન તેંદુલકર (1997) અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (2007) બાદ કોહલી ખેલ રત્ન પુરસ્કાર મેળવનારો ત્રીજો ક્રિકેટર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરમત મંત્રાલયે દેશના સૌથી મોટા પુરસ્કાર ગુરુવારે મહોર લગાવી દીધી, આ બન્નેને આ સન્માન 25 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે આપવામાં આવશે.
કોહલી અને ચાનૂ મેડલ અને પ્રશસ્તિપત્ર સહિત 7.5 લાખ રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત રમત મંત્રાલયે 20 ખેલાડીઓને અર્જૂન એવોર્ડ આપવામાં માટે પણ મહોર મારી દીધી છે.
જ્યારે કોહલી સાથે આ સન્માન મેળવનારી હેવીવેઇટ મીરાબાઇ કોમનવેલ્થ ગેમ્સમાં ગૉલ્ડ મેડલ વિજેતા છે અને તેને 2020માં ટોક્યોમાં મેડલની મોટી દાવેદાર માનવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને મહિલા હેવીવેઇટ ખેલાડી સાઇખોમ મીરાબાઇ ચાનૂને દેશનુ સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કોહલી આ સન્માનને મેળવનારો ત્રીજો ક્રિકેટર બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -