નવી દિલ્હીઃ બર્થ ડે ગર્લ કિયારા અડવાણી વર્ષ 2014માં બોલિવૂડ ડેબ્યુ કરી ચૂકી છે અને અત્યાર સુધીમાં તેણે 8 જેટલી ફિલ્મો આપી છે. એની બે ફિલ્મો એવી છે કે જે કોઈ ભૂલી શકે એમ નથી. પહેલી એ શોર્ટ ફિલ્મ કે જે લસ્ટ સ્ટોરીઝનો હિસ્સો હતી. કે જેમાં કિયારા માસ્ટરબેશનનો સીન કરીને ખુબ ચર્ચામાં આવી હતી. કિયારા અડવાણીનાં કરિયરની બીજી હિટ ફિલ્મ એટલે કબીર સિંહ કે જે પણ ઘણા વિવાદો વચ્ચે સુપર હિટ રહી.

કિયારાએ નેહા ધૂપિયાનો શો 'નો ફિલ્ટર નેહા' માં કહ્યું હતું કે તેન કેવો ક્લાઈમેક્સ સીન શૂટ કર્યો. કિયારાએ કહ્યું કે તે વાઇબ્રેટર વાળા સીન પહેલા તે એકદમ નર્વસ હતી. અભિનેત્રીએ કહ્યું કે કરણે આ સીન કરવા માટે મને ઘણી રીતો જણાવી. તે ઇચ્છતો હતો કે હું સીન ફ્રીમા કરુ. કરણે કહ્યું કે સ્ક્રીન પર વાઈબ્રેટર વાળા સીનનો નાનકડો જ હિસ્સો બતાવવામાં આવશે.



કરણ એવું નહોતો ઈચ્છતો કે હું આ સીન પર હસુ. આ સીન કરવાનાં એક દિવસ પહેલા હું ખુબ નર્વસ હતી. ખરેખર આ સીન કરવા માટે મે ગુગલનો સહારો લીધો હતો. ગુગલમાં જોયું કે આખરે આ વાઈબ્રેટરનો ઉપયોગ કઈ રીતે કરવો. મે અમુક ફિલ્મો પણ જોઈ કે આ વસ્તું આખરે શું છે.

કિયારાએ કહ્યું કે કરણે તેમને સલાહ આપી હતી કે તે આ સીન ઇમાનદારીથી કરે. કિયારાને તેના સીન વિશે એટલો વિશ્વાસ હતો કે તેણે આ ફિલ્મ તેના પરિવાર સાથે પણ જોઈ હતી. કિયારાએ કહ્યું, 'મારી દાદી સાથે રહેવા આવી હતી. આ ફિલ્મ તે જ સમયે નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવી હતી. મેં આ ફિલ્મ મારા માતાપિતા સાથે પણ જોઈ હતી. તમામને તે ખૂબ પસંદ આવી. તેને આવા સીન્સથી કોઇ ફરક પડ્યો નહીં. જ્યારે મેં આ ફિલ્મ સાઇન કરી ત્યારથી તેઓને મે તેના માટે તૈયાર કર્યા હતા.'