વરસાદના કારણે શહેરમાં ઝાડ પડવાની 21 ઘટના બની છે. જેમાં મધ્ય ઝોનમા 4, દક્ષિણ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમા 6, ઉત્તર પશ્ચિમ ઝોનમા 5 અને દક્ષિણ ઝોનમા 3 ઝાડ પડ્યા છે.
ઝાડ પડવાના કારણે કેટલાક વિસ્તારોમાં રોડ પણ બંધ થઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિકને પણ અસર પડી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઝાડ પડવાની ઘટનાને લઇ મેયર અને હોદ્દેદારો મુંઝવણમાં મુકાયા હતા અને આવી ઘટના ફરી ન બને તે માટે અધિકારીઓને ટકોર કરી હતી.