Beluga Whale Video: સમુદ્રમાં જોવા મળતી બેલુગા વ્હેલ માછલી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ દિવસોમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોઈને ઈન્ટરનેટની જનતા ચોંકી ગઈ છે. વીડિયો જોયા પછી પણ ઘણા લોકો પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. બેલુગા વ્હેલએ જે પરાક્રમ કર્યું છે તે ખરેખર આશ્ચર્યજનક છે.
બેલુગા વ્હેલના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, પરંતુ આ વીડિયો અલગ છે. આ વખતે બેલુગા વ્હેલએ કંઈક એવું કર્યું છે જેને જોઈને બધા ચોંકી ગયા છે. લોકો વ્હેલના વખાણ પણ કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતીનો મોબાઈલ ફોન દરિયામાં પડ્યો છે. હવે જો મોબાઈલ ફોન જેવી કોઈ વસ્તુ મહાસાગરમાં પડે તો તમને અને અમને તે મળવાની શક્યતા 0.1 ટકાથી પણ ઓછી હોય છે, પરંતુ બેલુગા વ્હેલએ આંખના પલકારામાં જ આ કારનામું કરી બતાવ્યું છે.
આ ખરેખર અદ્ભુત છે..!
વાયરલ વીડિયોમાં તમે બેલુગા વ્હેલને સમુદ્રની અંદરથી ઉપર આવતી જોશો. આ દરમિયાન છોકરી જુએ છે કે, વ્હેલના મોંમાં તેનો ફોન છે, તેની ખુશીનો કોઈ પાર નથી. વ્હેલ ઉપર આવે છે અને છોકરી તેના મોંમાંથી ફોન કાઢી લે છે. ખરેખર આ અદ્ભુત છે. તેની કલ્પના કરવી પણ અઘરી છે.
2 મિલિયનથી વધુ વ્યુ મળ્યાઃ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પ્યુબિટી નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. 22 જૂને પોસ્ટ કરાયેલા આ શાનદાર વીડિયોને અત્યાર સુધીમાં 2.1 મિલિયન લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ વ્હેલના આ કામના વખાણ કરી રહ્યા છે.