Nusrat Jahan : સોશ્યલ મીડિયા પર કોઇપણ સેલેબ્સ પોતાની તસવીરો અને વીડિયો શેર કરે છે, તો તેના ફેન્સ તેને તરત જ વાયરલ કરી દે છે. બંગાળી સિનેમાની જાણીતી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાંની તસવીરો પણ તેના ફેન્સ દ્વારા અત્યારે ખુબ વાયરલ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે સિઝલિંગ અવતારમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નુસરત જહાં બ્લેક ક્રૉપ ટૉપની સાથે જીન્સમાં દેખાઇ રહી છે. તસવીરોમાં નુસરત જહાંના પૉઝે સોશ્યલ મીડિયાનો પારો ચઢાવી દીધો છે.


રાજનીતિથી લઇને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં નુસરત જહાંની એક અલગ જ ઓળખ છે. તે એક બાળકની માં પણ છે, પરંતુ તેની ફિટનેસને જોઇને બધા દંગ રહી જાય છે. 'શોત્રુ' ફિલ્મથી પોતાની અભિનય કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ નુસરત જહાં કેટલીય બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે. 




નુસરત જહાંની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેનસ ફોલોઇંગ છે, એક્ટ્રેસ પણ આજકાલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પૉસ્ટ શેર કરીને ચર્ચામાં રહે છે. નુસરત જહાંની તસવીરો  અવાર નવાર સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહે છે, પછી તે ફિલ્મોની હોય, રાજનીતિનો હોય કે પર્સનલ લાઇફની.