Nusrat Jahan Bikini Photos: બંગાળી બ્યૂટી નુસરત જહાં સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયોથી ફેન્સના દિલી જીતી લે છે. હવે તેનો પોતાનો બિકીની અવતાર બતાવ્યો છે, જેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. બંગાળી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાંએ ફરી એકવાર બિકીનીમાં પૉઝ આપ્યા છે, નુસરત જહાં (Nusrat Jahan Bikini Photos) આ તસવીરોમાં એકદમ પરફેક્ટ ફિગર સાથે ફિટ દેખાઇ રહી છે.
નુસરત જહાંએ ઇન્ટરનેટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સ્મૉકી બેકગ્રાઉન્ડમાં બિકીનીમાં દિલકશ અદાઓ સાથે પૉઝ આપતી દેખાઇ રહી છે. તેની બૉડી પર ફેન્સ ફિદા થઇ ગયા છે. એક્ટ્રેસે મલ્ટી કલરની બિકીની પહેરી છે અને પોતાની ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરી રહી છે. આ સુપરહૉટ અવતાર ખુબ વાયરલ થઇ રહ્યો છે. તેને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે.
32 વર્ષીય બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં (Nusrat Jahan)નો ફિલ્મો અને રાજનીતિ બન્ને ક્ષેત્રોમાં પોતાનો એક અલગ જ જલવો છે. આની સાથે જ તે પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે.
ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયા પર તેની સારી એવી ફેન ફોલોઇંગલ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 28 લાખ ફોલોઅર્સ છે. નુસરત જહાં (Nusarat Jahan)ના ફેન્સ તેની દરેક તસવીરો અને વીડિયોને ખુબ પસંદ કરે છે અને પોતાની દરેક પૉસ્ટ દ્વારા ખુબ લાઇમલાઇટ ચોરી લે છે. નુસરત જહાં ભલે બંગાળી ફિલ્મોની એક્ટ્રેસ છે, પરંતુ તેની ચર્ચા દેશ-વિદેશ સુધી થાય છે. ફિલ્મોથી વધુ નુસરત જહાં પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે, જોકે, વિવાદોથી ઘેરાયેલી છે.
નુસરત જહાં પોતાના લગ્ન, તલાક, દીકરાના જન્મ અને રિલેશનશીપને લઇને વિવાદોમાં ઘેરાયેલી રહી છે. આ જ કારણ છે કે તેની પર્સનલ લાઇફને લઇને જાણવા માટે લોકો ખુબ ઉત્સુક રહે છે. પતિ નિખિલ જૈનથી અલગ થયા બાદ નુસરત જહાંની એક્ટર યશ દાસગુપ્તાની સાથે રિલેશનશીપમાં રહેવાની વાતો સામે આવી હતી. થોડાક દિવસો પહેલા વાત સામે આવી હતી કે, નુસરત જહાં બિગ બૉસ સિઝન 16 (Bigg Boss 16) નો ભાગ બની શકે છે. જોકે, એક્ટ્રેસે હજુ સુધી આ વાતની પુષ્ટી નથી કરી.
'