એન્ડ ટીવીનો પોપ્યુલર  શોમાં “ભાભી જી ઘર પે હૈ”માં અનિતા ભાભીનો  લીડિંગ રોલ કરી રહેલી એક્ટ્રેસ અનીતા ભાભી એટલે કે નેહા પેન્ડસેએ શો છોડવાનું મન બનાવી લીધું છે. તેમને આ શોમાંથી એક્ઝિટ લેવાનો નિર્ણય કર્યો છે. જાણો હવે આ ભૂમિકામાં કોણ જોવા મળશે


 


 


એન્ડ ટીવીનો કોમેડી શો ભાભી જી ઘર પે હો મોસ્ટ પોપ્યલર શો છે. જે 20015થી લોકોને ઇન્ટરટેઇટ કરી રહ્યો છે. તેની હાઇપ હજી પણ એટલી જ હાઇ ! આસિફ શેખ, શુભાંગી અત્રે, રોહિતાશ્વ ગૌર અભિનીત, સિટકોમે દેશભરમાં આ શો દ્રારા લોકોનું  દિલ જીતી લીધું છે. જ્યારે સૌમ્યા ટંડને અનિતા ભાબીનું પદ છોડ્યું  તેની ટીઆરપી ઘટવા લાગી હતી. જો કે હવે ફરી ભાભીજી ઘર પે હૈના શૌમાં અનીતા ભાભીનું પાત્રા અદા કરનાર  નેહા પેંડસે પણ પાત્રમાંથી પીછેહઠ કરી રહી છે.


 


ઓગસ્ટ 2022માં જ્યારે સૌમ્યા ટંડને આ શો છોડ્યો તો બહુ લાબં સસ્પેન્સ બાદ તેનું સ્થાને નેહા પેન્ડસેની એન્ટ્રી થઇ, દર્શકોએ પણ નેહાની એક્ટિંગની પ્રશંસા કરી અને તેને આ રોલ માટે સારો રિસ્પોન્સ મળ્યો. જો કે એ વર્ષની અંદર હવે નેહા પેન્ડસેએ પણ આ શો છોડવાનું નક્કી કર્યું છે. શોના મેકર્સ સાથે વિવાદ થતાં તેમણે આ શો છોડવાનું નક્કી કર્યુ છે.


 


નેહા પેન્ડસેએ આ શો છોડતા ફરી એક વાર અનીતાભાભીના રોલ માટેની તલાશ શરૂ થઇ ગઇ છે. અનેક એક્ટ્રેસે આ માટે ઓડિશન આપી ચૂકી છે. જો કે આ શોનું મખ્ય પાત્ર અનીતા ભાભી હોવાથી રિપ્લેસ કરનાર એક્ટ્રેસની  કેમેસ્ટ્રી આ શોના થીમ સાથે મેચ થાય છે કે નહીં વગેરે જોવું જરૂરી બની જાય છે. જો કે નેહા પેન્ડસેની શોમાંથી એક્ઝિટની ચોક્કર શો પર અસર થશે.


TOIના એક અહેવાલમાં હવે દાવો કરવામાં આવ્યો છે કે ફ્લોરા સૈનીને ગોરી મેમનું પાત્ર ભજવવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. એ નોંધવું રસપ્રદ રહેશે કે આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીનો રોલ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હોય. આ પહેલા જ્યારે પહેલી વખત અનીતા ભાભીનો રોલ કરતી સૌમ્યા ટંડને આ શો છોડ્યો બાદ પણ  મેર્ક્સ ફ્લોરા શૈનીને આ રોલ માટે સાઇન કરવા ઇચ્છુંક હતા.


ફ્લોરા સૈની  આ પહેલા તેમની અભિનય કલાનો પરિચય  વિદ્યાબાલન, ની બેગજાન, શ્રદ્ધા કપૂર સાથે સ્ત્રીમાં આપી ચૂકી છે.