મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની હજુ સુધી કડી મળી નથી ત્યાં વધુ એક એક્ટ્રેસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભોજપુરી એક્ટ્રેસ રાની ચટર્જીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે કે એક વ્યક્તિ વર્ષોથી તેને પરેશાન કરી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં આ વાત સામે આવી છે. જેમાં તેમે લખ્યું કે, હું ડિપ્રેશનમાં છું અને મારો જીવ આપી દઈશ.
ઈન્સ્ટા પોસ્ટમાં તેણે હેરાન કરતાં વ્યક્તિની તસવીર પણ શેર કરી છે. તેણે લખ્યું, "હું ખૂબ ડિસ્ટર્બ થઈ ચુકી છું. દરેક વખતે પોઝિટિવ બની રહેવાની વાત કરું છું પરંતુ હવે નથી થઈ રહ્યું. આ વ્યક્તિ વર્ષોથી મારા અંગે ફેસબુક પર ગંદી ગંદી વાતો લખી રહ્યો છે." રાનીએ તેની આ વાત માટે ધનજંય સિંહ નામના વ્યક્તિને જવાબદાર ગણાવ્યો છે.
રાની તેની પોસ્ટમાં આગળ લખે છે કે, "હું જાડી છું. હું વૃદ્ધ છું કે હું કોઈ કામ કરું છું તો તે ગંદી વાતો લખે છે. લોકો મને આ બધું મોકલીને ઈગ્નોર કરવાનું કહે છે. હવે ઈગ્નોર થઈ શકે તેમ નથી." તેણે લખ્યું, "મુંબઈ પોલીસને મારી રિકવેસ્ટ છે કે જો મને કંઈ થાય તો તેનો જવાબદાર ધનંજય સિંહ હશે."
રાની ચેટર્જી ખતરો કે ખિલાડી 10માં પણ ભાગ લઈ ચુકી છે.