સુરતઃ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે અત્યાર સુધી 33 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. કામરેજમાં 7 , મહુવામાં 2 ,ઓલપાડમાં 8 ,પલસાણામાં 7, ચોર્યાશીમાં 7 અને માંગરોળમાં 2 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 620 થયા છે. જિલ્લામાં કુલ મૃત્યુઆંક 19 થયો છે.

આજે મહેસાણા જિલ્લામાં કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા છે. મહેસાણા, કડી અને વિસનગરમાં કોરોનાના કેસો નોંધાયા છે. આજના દિવસે ૧૫થી વધુ કેસો આવતા તંત્ર દોડતું થયું છે. આજે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ કેરોનાના કેસોની સંખ્યા 237 થઈ છે. અત્યાર સુધી જિલ્લામાં ૧૩ લોકોના મોત થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લામાં ૪૩ નવા કેસ નોંધાયા છે.



જામનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 7 કેસ સામે આવ્યા છે. 6 શહેરી વિસ્તારના કેસ છે, જ્યારે 1 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો છે. બોટાદમાં આજે 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામે અને ગઢડા તાલુકાના ઢસા ગામે કોરોનાના કેસ આવ્યા છે.

ભાવનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર નજીકના કોબડી ગામે 58 વર્ષના વૃદ્ધ મહિલા અમે વલ્લભીપુર ના 35 વર્ષના યુવકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બન્નેને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ આવતા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ જિલ્લામાં બે પોઝિટિવ કેસો નોંધાયા છે. પાંચ હાટડી વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષ આધેડનો કરોના રિપોટ પોઝિટિવ આવ્યો છે. બીજો કેસ વાંસદા તાલુકાના ઉનાઈ ગામમાં રહેતા ૬૮ વર્ષય વૃદ્ધ નો રિપોટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ બંનેને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ ૧૩૪ પોઝિટિવ કેસો છે.