નવી દિલ્હી: ભોજપુરી એક્ટ્રેસ નેહા બંસલની પર્સનલ લાઈફ ખૂબજ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આ વાતની જાણકારી તેણે ખુદ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આપી છે. વીડિયોમાં તે ધ્રુસકે ધ્રુસકે રડીને પોતાની આપવીતી જણાવી રહી છે. સાથે તેમનો પતિ અને સાસરીમાાં લગ્ન બાદ પરેશાન કરી રહ્યા હોવાનું જણાવી રહી છે અને પીએમ મોદી પાસે મદદ માંગી રહી છે.



તેમણે કહ્યું કે મારા માતા પિતા નથી એવામાં જો મોદીજી અથવા દેશમાં કોઈ તેમની મદદ નહી કરે તો તે આત્મહત્યા કરવા મજબૂર થશે. વાયરલ ફેસબુક વીડિયોમાં નેહા રડતા રડતા લગ્ન બાદ ખરાબ થયેલા વૈવાહિક જીવન વિશે જણાવી રહી છે કે તેમનો પતિ અમેરિકામાં છે અને તેને લગ્નના થોડાક જ મહિનામાં છોડી દીધી હતી. આ સાથે વીડિયો મારફતે નેહા પીએમ મોદી પાસે મદદની ગુહાર લગાવી રહી છે.


વીડિયોમાં નેહા કહી રહી છે કે તેમની કોઈ મદદ કરે. ત્રણ દિવસથી ખાધા પીધા વગર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહી છે. મોદીજી પ્લીઝ મારી મદદ કરો. મારો પતિ અમેકિન નાગરિક છે અને તેણે છ મહિના પહેલા મારી સાથે લગ્ન કર્યા હતા. મારા માતા પિતા નથી. મે બધું જ વેચીને લગ્નનો ખર્ચ કર્યો હતો, પરંતુ મારા પતિએ આ છ મહિનામાં પોતાની જવાબદારી નીભાવી નથી અને તે મારી સાથે મારપટી કરી અને ઘરમાં તોડફોડ કરીને ભાગી ગયો છે.