મોહન ભાગવતે કહ્યુ- વિશ્વમાં સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં છે
abpasmita.in | 13 Oct 2019 12:20 PM (IST)
વિશ્વના દેશોમાં સૌથી વધુ સુખી મુસલમાન ફક્ત ભારતમાં મળશે. આ કેમ છે. કારણ કે અમે હિંદુ છીએ
ભુવનેશ્વરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, વિશ્વમાં સૌથી સુખી મુસલમાન ભારતમાં છે કારણ કે અમે હિંદુ છીએ. તેમણે ભુવનેશ્વરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારત હિંદુઓનો દેશ છે, હિંદુ રાષ્ટ્ર છે અને હિંદુ કોઇ પૂજા, ભાષા, પ્રાન્ત-પ્રદેશનું નામ નથી. મોહન ભાગવતે કહ્યું કે, હિંદુ એક સંસ્કૃતિનું નામ છે જે ભારતમાં રહેનારી સાંસ્કૃતિક વારસો છે. તે સંસ્કૃતિ તમામનો સ્વીકાર અને સન્માન કરનારી સંસ્કૃતિ છે જે દુનિયામાં એક માત્ર એવી છે. એટલા માટે વિશ્વમાં જ્યારે કોઇ દેશ ડગ્યો છે ત્યારે તે આ જમીન પાસે આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, આ આપણો ઇતિહાસ રહ્યો છે. ભારત એવો દેશ છે જ્યાં તમામને આશરો મળ્યો છે. પારસીઓની પૂજા તેમની મૂળ ધર્મ સહિત સુરક્ષિત ફક્ત ભારતમાં છે. વિશ્વના દેશોમાં સૌથી વધુ સુખી મુસલમાન ફક્ત ભારતમાં મળશે. આ કેમ છે. કારણ કે અમે હિંદુ છીએ અને એટલા માટે આપણો હિંદુ દેશ છે, આપણું હિંદુ રાષ્ટ્ર છે. કોઇ પ્રત્યે કોઇ ધૃણા ન હોવા પર ભાર મુકતા ભાગવતે કહ્યું કે, સંઘનો ઉદેશ્ય ભારતમાં પરિવર્તન તથા તેને સારા ભવિષ્ય તરફ લઇ જવા દેશમાં તમામ સમાજને સંગઠિત કરવાનો છે. નહી કે ફક્ત હિંદુ સમુદાયના લોકોને. સમાજને એક કરવા જરૂરી છે અને તમામ વર્ગોને એક સાથે આગળ વધવા જોઇએ અને આરએસએસ આ દિશામાં કામ કરી રહી છે. આપણે એક સાથે આગળ વધવું જોઇએ જે દેશમાં ફેરફાર લાવી શકે અને દેશના વિકાસમાં મદદ કરી શકે.