મુંબઇઃ યુપીના સોનભદ્રમાં ભોજપુરી ફિલ્મ 'અભાગિન બિટીયા'ના શૂટિંગ દરમિયાન શનિવાર એકાએક ફાયરિંગથી હડકંપ મચી ગયા, હોટલમાં મુંબઇથી આવેલા એક ભોજપુરી ફિલ્મની યૂનિટ રોકાઇ હતી. કહેવાઇ રહ્યુ છેકે, એક માથા ફરેલા આશિકે ફિલ્મની હીરોઇન ઋતુ સાથે લગ્નની માંગને લઇને તેને ગન પૉઇન્ટથી બંધક બનાવી લીધી અને ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ.



હૉટલમાં થયેલા ફાયરિંગમાં એક સ્થાનિક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ફાયરિંગની બાતમી મળતા એસપી સલમાન તાજ પાટિલ ફોર્સની સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને માથાફરેલા પ્રેમીને સમજાવવાનો પ્રયાસ કર્યો, તો તે યુવકે એસપી પર પણ ફાયર કરી દીધુ. જોકે, એસપી બચી ગયા હતા. બાદમાં પોલીસકર્મીઓએ હુમલાખોરને કાબુમાં લઇને જબરદસ્ત ધોઇ નાંખ્યો હતો. હાલા પોલીસ આ ગંભીર ઘટનામાં હીરોઇનને પુછપરછ કરી રહી છે.



ફિલ્મ યુનિટના સભ્ય અવધેશ રાયે જણાવ્યુ કે, એક બહારનો છોકરો આવ્યો, અમારી યુનિટનો ન હતો. અમને લાગ્યુ કે કોઇને મળવા આવ્યો છે. તેને હવામાં ફાયરિંગ શરૂ કરી દીધુ અને અચાનક હીરોઇના રૂમમાં ઘૂસી ગયો. આ દરમિયાન અમે લોકો શૂટિંગ કરી રહ્યા હતા. તે યુવક હીરોઇન સાથે લગ્નની માંગ કરી રહ્યો હતો, અને તેને ગન પૉઇન્ટથી તેને બંધક બનાવી લીધી હતી.