#MeToo કેમ્પેઈનમાં પહેલી ધરપકડ, મોડલને બેભાન કરીને સેક્સ માણનારો નિર્માતા જેલભેગો થયો, જાણો વિગત
ભોજપુરી ફિલ્મમાં આઇટમ સોન્ગ કરનારી અભિનેત્રીને કાઝમીએ ફિલ્મમાં કામ કરવાની તક આપી અને તેણે જ કાઝમી પર બળાત્કારનો આરોપ મૂકયો એમ કાઝમીના સંબંધીઓએ પોલીસને જણાવ્યું હતું. જો કે પોલીસે અત્યારે તો કાઝમીને જેલમાં ધકેલી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ #MeToo અભિયાન હેઠળ ફિલ્મ ક્ષેત્રના લોકો દ્વારા કરાયેલી જાતિય સતામણીનો ભાંડો ફોડવામાં આવી રહ્યો છે ત્યારે આ કેસમાં પહેલી ધરપકડ થઈ છે. મોડલની ફરિયાદના આધારે નિર્માતા હૈદર કાઝમીની પોલીસે ધરપકડ કરી છે. કાઝમીએ કેફી પીણું પિવડાવીને બેહોશ કરીને સેક્સ માણ્યું હતું તેવો મોડલે આક્ષેપ કર્યો છે.
એક ભોજપુરી મોડલે કરેલી બળાત્કારની ફરિયાદને પગલે હિન્દી ફિલ્મના નિર્માતા હૈદર કાઝમીની ધરપકડ કરવામાં આવી છે. કાઝમી હિન્દી ફિલ્મ જિહાદનો નિર્માતા છે. કાઝમીએ આ મોડલ સાથે ફિલ્મના સેટ પર મિત્રતા કરી હતી અને પછી તેની સાથે લગ્ન કરવાની પ્રપોઝલ મૂકી હતી.
જો કે મોડલે ઇન્કાર કરતાં કાઝમીએ પોતાની બહેનની મદદથી તે મોડલને ચા પીવા માટે બોલાવી હતી. તેની બહેન મોડલને કાઝમી પાસે છોડીને જતી રહી હતી. આ દરમિયાન પીડિતાના પીણામાં કાઝમીએ બેહોશીની દવા નાખીને તેની સાથે સેક્સ માણ્યું હતું.
મોડલે કાઝમીએ તેના પર બળાત્કાર કર્યો હતો એવું તેની ફરિયાદમાં જણાવ્યું છે. 9 ઓકટોબરે આ ગુનો દાખલ કરવામાં આવ્યો અને એ જ દિવસે પોલીસે કાઝમીની અટક કરી. કાઝમીએ આરોપો નકારતા કહ્યું છે કે તેની પાસેથી નાણાં પડાવવા માટે ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -