નવી દિલ્હી: ભોજપુરી સિનેમામાં ધમાલ મચાવનારી એક્ટ્રેસ આમ્રપાલી દૂબે પોતાના એક ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. આ વીડિયોમાં આમ્રપાલી દૂબે ચાંદની સિંહના સુપરહિટ ભોજપુરી ગીત સડિયા જબ હમ પેની પર ડાન્સ કરતી જોવા મળે છે. આમ્રપાલીના આ વીડિયોમાં તેના ધમાકેદાર ડાન્સ સાથે તેના ચહેરાના હાવભાવ પણ જોરદાર છે.


આમ્રપાલીએ આ વીડિયો ગ્રીન કલરની સાડીમાં જોવા મળી રહી છે, જેમા તેનો લૂક ખૂબ જ સુદર લાગી રહ્યો છે. આમ્રપાલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


આમ્રપાલીનો આ વીડિયો જોઈને લાગી રહ્યું છે કે તેને સાડી લવર્સ માટે શેર કર્યો છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, સાડી લવર્સ. આમ્રપાલીના શાનદાર ડાન્સના ફેન્સ વખાણ કરી રહ્યા છે. આમ્રપાલીનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં તે પંજાબી ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.