શશિ થરૂરે એક વેબસાઈટ સાથે વાત કરતાં આ ફિલ્મ અંગે ખુલાસા કર્યા હતા. થરૂરને જ્યારે પુછવામાં આવ્યું કે તમને એક્ટિંગની તક મળે તો શું તમે કરશો? તો થરૂરે જવાબ આપતા કહ્યું કે, આ ઉંમરમાં શું કરું. પણ લગભગ 10 વર્ષ પહેલા સલમાન ખાનની એક ફિલ્મમાં મને રોલ ઓફર થયો હતો અને એ એટલો મુશ્કેલ પણ નહોતો. તે મને ભારતનાં વિદેશ મંત્રીનો રોલ કરવાનું કહેતા હતા. મને પહેલા તો થયું કે કરી લઉ. પછી મે એક મિત્રને પુછ્યું તો તેણે કહ્યું કે જો તમે સાચેમાં વિદેશ મંત્રી બનવા માંગતા હોય તો ફિલ્મમાં રોલ ન કરતા. થરૂરે આગળ ક્હયું કે, બાદમાં મિત્રની વાત માનીને ઓફર ફગાવી દીધી.
થરૂરે ગહ્યું કે, આ ફિલ્મ એક થા ટાઈગર હતી. મને કહેવામાં આવ્યું હતું કે એક દિવસનું જ શુટિંગ છે અને ફિલ્મમાં આ સીન વારે વારે બતાવવામાં આવશે. મે એમ પણ કહ્યું હતું કે હું મારી ખુદની લાઈન બોલીશ. તેના માટે પણ મેકર્સ તૈયાર થઈ ગયા હતા પણ બાદમાં મે રોલ માટે ના પાડી દીધી.