જોકે ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રાસ્થેટિકના લીધે ભૂમિનો ચહેરા દાજી ગયો. ચહેરા પર દાઝવાના કેટલાક ગંભીર નિશાન પડ્યા. ભૂમિની પી.આર ટીમે એક તસવીર મોકલી છે, જેમાં ચહેરા પક મેકઅપથી દાઝવાના કારણે પડેલા ડાધ દેખાય છે.
ચહેરામાં આ પ્રકારના ડાઘ પડ્યા બાદ ભૂમિએ એક્સપર્ટ ડો.ની સલાહ લીધી અને શૂટિંગ ચાલું રાખ્યું. ભૂમિને રોજ પોતાના પાત્ર માટે 3 કલાક મેકઅપ કરવો પડતો હતો અને ઉત્તર પ્રદેશની ગરમીમાં 8 કલાકથી વધારે સમય શૂટિંગ કરવું પડતું. ગરમી અને ધૂળની વચ્ચે શૂટિંગ કરતા ભૂમિની ત્વચા અંદરથી બળવા લાગી, ભૂમિને આ વાતની બિલકુલ ખબર નહોતી અને શૂટિંગ ચાલું રાખ્યું, કારણ કે તે જાણતી હતી કે તે એક ટાઈટ શિડ્યૂલ પર છે અને ફિલ્મને ખતમ કરવાની જરૂર છે.
ભૂમિએ પહેલા સોશિયલ મીડિયા પર પોતાની ચામડી બળી જવાની એક તસવીરે અપલોડ કરી, પરંતુ બાદમાં તેને હટાવી દીધી. ભૂમિની ટીમે જણાવ્યું, અમે ખૂબ જ વધારે તાપમાં શૂટિંગ કરી રહ્યા હતા, જેના કારણે ભૂમિની ચામડી બળવા લાગી. આ એક નાના દાણાના રૂપે શરૂ થયું અને બાદમાં સમગ્ર ચહેરા પર ફેલાઈ ગયું.
ભૂમિએ જણાવ્યું કે તેણે આ વિશે પોતાના સ્કીન એક્સપર્ટ પાસેથી સલાહ લીધી છે. તે કહે છે, માત્ર એક વસ્તુ જે હું કરી શકું છે, તે મારી સ્કીન અને ચહેરાને ઠંડો કરવા માટે એલોવિરાનો ઉપયોગ. હું આ બાદ કોઈપણ પ્રકારના મેડિકેટેડ સ્કીન કેર પ્રોડક્ટનો ઉપયોગ નથી કરી શકતી, કારણ કે હું મારા ચહેરા સાથે બીજું કંઈ કરવા નથી માગતી. એક કલાકારના રૂપમાં આ ફિલ્મની રચનાત્મકતાથી હું સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું અને હું મારી ત્વચાને દાઝવાની ઘટનાને આ પ્રોજેક્ટ માટે ગર્વની માનું છું.