નવી દિલ્હીઃ 'ટોયલેટ એક પ્રેમકથા' અને 'શુભ મંગલ સાવધાન' જેવી શાનદાર ફિલ્મો કરનારી બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર તેના ગ્લેમરસ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. ભૂમિએ હાલમાં જ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. ભૂમિ પેડનેકર હાલમાં જ 'ફેસ ઓફ એશિયા' અવોર્ડ જીત્યો છે.


ભૂમિએ સાડીમાં બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ દરમિયાન ભૂમિ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. ભૂમિએ પોતાના આ ફોટોશૂટની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર પણ કરી છે. ભૂમિ પોતાના આ નવા ફોટોશૂટમાં ખૂબ જ ગ્લેમરસ અને સ્ટનિંગ લાગી રહી છે.


ભૂમિએ પોતાના કરિયરની શરૂઆત દમ લગા કે હઈશા દ્વારા કરી હતી. તેણે આ ફિલ્મને કરવા માટે વજન વધાર્યું હતું. ફિલ્મમાં તેની સાથે આયુષ્માન ખુરાના લીડ રોલમાં હતો. ફિલ્મ માટે ભૂમિને ઘણા એવોર્ડ મળ્યા હતા.


(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)