મુંબઈઃ આઈસીસી વર્લ્ડકપ 2019ની ફાઈનલમાં આઈસીસીના બાઉન્ડ્રી કાઉન્ટ નિયમને કારણે ઇંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બની ગઈ. બન્ને ટીમોની વચ્ચે મેચ ટાઈ થઆ અને બાદમાં સુપર ઓવર પણ ટાઈ થઈ ગઈ. ત્યાર બાદ મેચમાં વધારે બાઉન્ડ્રી હોવાને કારણે ઇંગ્લેન્ડની ટીમ વિજેતા જાહેર કરવામાં આવી. જોકે આઈસીસીના આ નિયમ પર મોટાભાગના પૂર્વ ખેલાડીઓએ હેરાની વ્યક્ત કરી અને ન્યૂઝીલેન્ડની સાથે ખોટું થયું હોવાની વાત કહી. જોકે લોકોએ આઈસીસીના આ નિયમની ખૂબ મજાક ઉડાવી છે. જેમાં બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક જોક શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું, તમારી પાસે 2000 રૂપિયા છે અને મારી પાસે પણ 2000 રૂપિયા. તમારી પાસે 2000 રૂપિયાની એક નોટ અને મારી પાસે 500 રૂપિયાની ચાર નોટ... કોણ વધારે ધનિક ? આઈસીસી-જેની પાસે 500ની 4 નોટ હોય તે વધારે ધનિક.


બચ્ચને આઈસીસીના નિયમ સાથે સંકળાયેલું વધુ એક ટ્વિટ કર્યું હતું.


ઈંદોરઃ ચાર માળની ગેરકાયદેસર બિલ્ડિંગને દારૂગોળાથી ઉડાવી દેવામાં આવી, જુઓ વીડિયો

ઉત્તરપ્રદેશ BJPને મળ્યા નવા અધ્યક્ષ, યોગી સરકારના મંત્રીને મળી મોટી જવાબદારી

બોલીવુડની આ એક્ટ્રેસના લગ્નની તસવીરો આવી સામે, પ્રેમી સાથે કાશ્મીરમાં ગુપચુપ રીતે કર્યા હતા લગ્ન, જુઓ તસવીરો