આ એક્ટ્રેસ ઇફ્તાર પાર્ટીમાં એવા કપડાં પહેર્યાં કે આવી ગઈ ટ્રોલરના નિશાને...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપને જણાવી દઇએ કે સોનાલી રાઉત બિગ બોસ-8માં ભાગ લઇ ચૂકી છે. શો દરમિયાન તે અલી મિર્ઝાને થપ્પડ મારવાની બાબતે ચર્ચામાં હતી.
એક વ્યક્તિએ લખ્યું કે, 'ભલે તુ મુસલમાન સાથે રોઝા નથી રાખી રહી, પરંતુ તેમણે રમઝાનના મુબારક મહિનાનું સમ્માન કરવું જોઈએ. મને નથી ખબર કે તેઓ કોઈ બીજા ધર્મના તહેવાર પર આવી ડ્રેસ પહેરીને જશે તો તેને કેવી રીતે ટ્રીટ કરવામાં આવશે.
સોનાલીએ આ પાર્ટીની તસવીરો શેર કરતાં લખ્યું હતું કે, 'ગત રાત્રે બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટી દરમિયાન charmisdesign દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો આઉટફિટ. ' સોનાલી પાર્ટીમાં રેપ રાઉન્ડ ડ્રેસ પહેરીને આવી હતી. તેનો લૂક ઘણાં લોકોને પસંદ પડયો ન હતો. અને ટ્વિટર પર તેને ટ્રોલ કરવામાં આવી હતી.
પાર્ટી દરમિયાનની એક તસવીર પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. જોકે ઇફ્તાર પાર્ટીમાં આવો ડ્રેસ પહેરીને આવવાને કારણે તે ટ્રોલરના નિશાને આવી ગઈ હતી.
મુંબઈઃ હાલમાં જ મુંબઈમાં બાબા સિદ્દીકીની યોજાયેલ ઇફ્તાર પાર્ટીમાં મોટા અને નાના પડદાની તમામ હસ્તીઓ સામેલ થઈ. પાર્ટીમાં સોનાલી રાઉત પણ સામેલ હતી. આ પાર્ટીમાં એક બાજુ અન્ય મોટાભાગના સ્ટાર્સ પારંપરિક પહેરવેશમાં જોવા મળ્યા તો સોનાલી સ્ટાઈલિશ આઉટફિટમાં પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -