Bigg Boss 10ની આ સ્પર્ધક છે ભોજપુરી ફિલ્મોની હોટ એક્ટ્રેસ, કરી ચૂકી છે બી-ગ્રેડ ફિલ્મો
મુંબઇઃ વિવાદાસ્પદ ટીવી રિયાલીટી શો બિગ બોસની 10મી સીઝનની શરૂઆત થઇ ચૂકી છે. બિગ બોસમાં આ સીઝનમાં ભોજપુરની હોટ એક્ટ્રેસ મોનાલિસા સ્પર્ધક તરીકે જોવા મળતા હાલમાં તેની ખૂબ ચર્ચા થઇ રહી છે. તેની હોટ અદાઓને કારણે જાણીતી છે.
તેણે આ ફિલ્મમાં એક આઇટમ ગર્લની ભૂમિકા નિભાવી હતી. મોનાલિસાએ ભોજપુરી સિવાય, બંગાળી, ઓડિશા, કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.
ભોજપુરી ફિલ્મોની હોટ એક્ટ્રેસ મોનાલિસાનું વાસ્તવિક નામ અંતરા બિસ્વાસ છે. અંતરા હોટ સીન આપવા માટે જાણીતી છે. 21 ઓક્ટોબર, 1982ના રોજ જન્મેલી મોનાલિસા ફિલ્મોમાં આવી તે અગાઉ સંસ્કૃતમાં બીએ પાસ કર્યુ હતું.
મોનાલિસાએ અનેક બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે. મોનાલિસાએ 2005માં અજય દેવગણ અને સુનીલ શેટ્ટીની ફિલ્મ બ્લેકમેઇલથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું.
તાજેતરમાં જ મોનાલિસાની બિગ બોસમાં એન્ટ્રી થતાં જ તેનો એક હોટ વીડિયો ખૂબ વાયરલ થયો છે. પ્રથમ દિવસે જ મોનાલિસા એલિમિનેશન માટે નોમિનેટ થઇ ચૂકી છે.