સાઉદી અરબના પ્રિન્સને અપાઈ ફાંસી, 40 વર્ષ બાદ રોયલ ફેમિલીના સભ્યને મળી આવી સજા, જાણો શું હતો ગુનો
સાઉદીમાં મોતની સજા પામનારા કેદીઓનું તલવારથી માથું કાપવામાં આવે છે. સાઉદીમાં અત્યંત કડક ઇસ્લામિક કાયદાઓનું પાલન થાય છે. જેને કારણે હત્યા, ડ્રગ્સની હેરાફેરી, હથિયાર સાથે લૂંટ, રેપ, ધર્મનો ત્યાગ જેવા આરોપોમાં મૃત્યુની સજા આપવામાં આવે છે.
સાઉદી અરબમાં મંગળવારે શાહી પરિવારના પ્રિન્સને હત્યા કેસમાં દોષિત ઠરતાં ફાંસી સજા અપાઈ છે. સાઉદી અરબના શાહી પરિવારના હજારો સભ્યો છે, પરંતુ તે પૈકી કોઈ એકને ફાંસી અપાઈ હોવાની આ ભાગ્યેજ બનતી ઘટના છે.
સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, પ્રિન્સ તુર્કી બિન સાઉદ અલ-કબીરને રાજધાની રિયાધમાં મોતની સજા આપવામાં આવી. અડેલ અલ-મહેમિડ નામક સાઉદી નાગરિક સાથે ડેઝર્ટ કેમ્પમાં થયેલા ઝઘડામાં પ્રિન્સે અલ-કબીરે તેની ગોળી મારીને હત્યા કરી હતી.
ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, 2016માં મોતની સજા પામનારાઓમાં કબીર 134મા કેદી હતા. આરબ ન્યૂઝ અનુસાર, નવેમ્બર 2014માં પણ રિયાધની કોર્ટે એક પ્રિન્સને તેના મિત્રની હત્યા કરનારા ગુના બદલ મોતની સજા ફટકારી હતી. તે સમયે પ્રિન્સનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું.
પ્રિન્સ તુર્કી બિન સઉદ અલ-કબીરે તકરાર થતાં સાઉદી નાગરિક અબ્દેલ-માહેમિદને ગોળી મારી હતી. અબ્દેલ ગોળી વાગતાં મૃત્યુ પામ્યા હતાં. સાઉદી અરબમાં આ વર્ષે ફાંસીની સજા પામનારા પ્રિન્સ તુર્કી 134મી વ્યક્તિ છે.
એમનેસ્ટી ઇન્ટરનેશનલ અનુસાર, સાઉદીમાં ગત વર્ષે 158 લોકોને મોતની સજા આપવામાં આવી હતી. મોતની સજા આપવામાં ઇરાન અને પાકિસ્તાન પછી સાઉદી ત્રીજા ક્રમે છે. જો કે, સિક્રેટિવ ચીનમાં કેટલા લોકોને મોતની સજા આપવામાં આવે છે તે આંકડા એમનેસ્ટીએ સમાવેશ કર્યા ન હતા.