બિકીની ગર્લ નેહા પેન્ડસે બિગ બૉસના ઘરમાં બિકીની પહેરવાની પાડી દીધી ચોખ્ખી ના, જાણો શું આપ્યુ કારણ
આમ તો નેહાના ઇન્સ્ટા પરની તસવીરો પર નજર કરીએ તો તે એકદમ બિકીની સાથે બૉલ્ડ અદાઓમાં દેખાઇ છે. પણ હવે દર્શકો તેને બિગ બૉસમાં બૉલ્ડ અવતારમાં નહીં જોઇ શકે.
નેહાએ બિગ બૉસની બધી સિઝન નથી જોઇ, પણ ગઇ સિઝનની વાત કરીએ તો હિના ખાન તેની ફેવરેટ કન્ટેસ્ટન્ટ હતી. નેહાનું માનવું છે કે હિના એકદમ સ્ટ્રૉંન્ગ રહી હતી.
નેહાનું કહેવુ છે કે, ''હું શૉમાં કોઇ સ્ટ્રેટેજી લઇને નથી જઇ રહી, મને નથી ખબર કેવા લોકો આવવાના છે અને કેવા પડકારો હશે. હું સમજદારીથી ગેમ રમીશ.''
મીડિયા સાથે વાતચીતમાં નેહાએ કહ્યું કે, ''હું બિગ બૉસના ઘરમાં બિકીની પહેરવા માટે નથી જઇ રહી. હું નેશનલ ટેલિવિઝન પર આ બધુ કરવા નથી માગતી. જોકે ઘરમાં બીચની થીમ રાખવામાં આવી છે. પણ હું શૉમાં બિકીની નથી પહેરવાની, કેમકે અસલ જિંદગીમાં પણ મને બિકીની પહેરવી ઓછી પસંદ છે.''
મુંબઇઃ ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ નેહા પેન્ડસેએ બિગ બૉસમાં દર્શકોનું મનોરંજન કરી રહી છે. ઘરમાં જતાં પહેલા તેને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે બિગ બૉસમાં બિકીની નહીં પહેરે. સાથે એક્ટ્રેસે શૉમાં જે સ્ટ્રેટેજી સાથે જઇ રહી છે તે પણ જણાવ્યું હતું.